________________
કાર્લા ગામની દક્ષિણ બાજુ એક માઈલ દૂર મુંબઈ-પૂના રેલવેનું મલવલી સ્ટેશન આવેલું છે. ત્યાંથી લોહગઢ અને વિસાપુર ફોર્ટ વગેરે સ્થળે જઈ શકાય છે. સ્ટેશનની નજીક રવિ વર્મા નામનું પ્રેસ આવેલું છે. આ પ્રેસમાં દેવદેવીઓના, દેશનેતાઓના અને બીજા ચિત્રો છાપવામાં આવે છે. આવા ચિત્રોના છાપકામ માટે આ પ્રેસ પ્રખ્યાત ગણાય છે. ત્યાંથી એકાદ માઈલ દૂર પહાડ ઉપર અન્ય નાની ગુફાઓ આવેલી છે.
કાર્તાથી લોનાવલા આવ્યા. અત્રેના જૈન ભાઈ-બહેનોએ હાર્દિક સ્વાગત કર્યું. લોનાવલા દરિયાની સપાટીથી બે હજાર ફૂટની ઊંચાઈએ આવેલું હવા ખાવાનું સ્થળ છે. આ બાજુનો પ્રદેશ લીલોછમ હોવાથી ખૂબ રળિયામણો લાગે છે. મહારાજશ્રીના પ્રવચનો-વ્યાખ્યાન વગેરે ઉપાશ્રયમાં જ રાખવામાં આવેલાં હતાં. લોનાવલાથી પ્રવાસ કરી અમે ખપોલી આવ્યા.
ખપોલી ગામ લોનાવલાથી લગભગ પંદરસો ફૂટ નીચાઈએ આવેલ હોવાથી ગરમીનું પ્રમાણ વધારે રહે છે. અત્રે ટાટાનું ઇલેક્ટ્રિક કારખાનું છે. ખપોલીથી ખાલાપુર ચૌક થઈ પનવેલ આવ્યા.
પનવેલમાં ગુજરાતીઓનાં લગભઘ ૨૦૦ ઘર આવેલા છે. પનવેલનો મુખ્ય વેપાર ગુજરાતી અને મારવાડીના હાથમાં છે. આજુબાજુના ગામડાંઓ પોતાની જરૂરિયાતની ચીજો ખરીદવા માટે પનવેલ આવે છે.
પનવેલથી પ્રવાસ કરી અમે નાવળા આવ્યા. નાવળા ગામમાં બધી મરાઠી પ્રજા વસેલી છે. તેમની સ્થિતિ ગરીબ છે. એક ઘર બ્રાહ્મણનું છે. ગામમાં બે ત્રણ ઘરો જુદાં તરી આવે છે. આ ઘરો એક મરાઠા શેઠનાં છે. આ શેઠની ગામમાં ચોખાની મિલ છે. શેઠ સ્વભાવે ઉદાર જણાયા અને ધર્મિષ્ઠ પણ લાગ્યા. તેઓનું આખું ઘર માંસાહારી છે. માંસાહાર છોડાવવા માટે સમજાવ્યું. જૈન સાધુઓ કદી આવા ઊંડાણના ગામોમાં વિહાર કરતાં નથી. જો તેઓ વિહાર કરી સંપર્ક વધારે તો અહિંસાની દિશામાં સારું એવું કામ કરી શકે.
નાવળાથી કિરોલી ગામ આવ્યા. કિરોલી ગામ પાસે શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું ખેતીફાર્મ છે. તેની મુલાકાત લીધી અને રહેવાનું પણ ત્યાં જ રાખ્યું. મુંબ્રાથી પનવેલ ચૌદ માઈલ થાય છે એટલે વચ્ચે બોમ્બે ૨ોડ ઉપ૨ સાધુઓને એકાદ દિવસના નિવાસ માટે આ જગ્યા અનુકૂળતાવાળી છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૯૨