Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 236
________________ અહીં જૈનોના ત્રણે ફીરકા એકત્ર થાય છે. બીજા મુનિશ્રીઓની સાથે મહારાજશ્રીનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું. અહીં બિરાજતા પૂ. મોહનઋષિ મહારાજે ખૂબ પ્રેમભાવ બતાવ્યો. મહાસતી શ્રી ઉજ્જવળકુમારીજીની તેજસ્વિતા અને રાષ્ટ્રીય વિચારો જોઈ ઘણો આનંદ થયો. તા. ૧૬-૫-૫૮ : (વિશ્વવાત્સલ્યમાંથી) અહમદનગરથી અન્ય ગામડાંઓમાં ફરતાં ફરતાં અમે ઘોડ નદી આવ્યા. રસ્તામાં સુખલાલ ખાબી, સ્થા. જૈન કૉન્ફરન્સવાળા શ્રી નાયડાજી બોગાવત, સુખલાલજી લોઢા, ભંડારીજી વગેરે પણ અવારનવાર આવી ગયા. સૌ સાથે હતા. પ્રવાસ કાર્યમાં ઘણો રસ લીધો. વચ્ચે એક દિવસ ભાલના ખેડૂતો કેટલાક પ્રશ્નો અંગે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. પ્રવાસમાં રસિક અને પ્રેરક ચર્ચાઓ ચાલી હતી. ઘોડ નદીના ત્રણ દિવસ દરમ્યાન જુદા જુદા વિષય ઉપર પ્રવચનો થયાં. અહીં જૈન લોકોની વસ્તી ઘણી છે. ઘોડ નદીથી અમે ઉરુલિકાંચન લુણી થઈ હડપસર આવ્યાં. હડપસર શાકભાજીનું મોટું બજાર ગણાય છે. રોજની હજારો રૂપિયાની શાકભાજી લેવેચ થાય છે. હડપસર અને પૂના વચ્ચે રેડિયો ટ્રાન્સમિટરની ઑફિસ છે. મુખ્ય સ્ટેશન પૂના શહેરમાં છે. મુનિ શ્રીમલજી મહારાજ, મહારાજશ્રીને મળવા લોનાવલાથી ઝડપી પ્રવાસ કરીને પૂના આવ્યા હતા. શ્રીમલજી મહારાજ ખૂબ શક્તિશાળી અને ક્રાંતિકારી વિચારના છે. તેઓ સગત પૂ. જવાહરલાલજી મહારાજના પંડિત શિષ્ય છે. ખાસ કરીને તેઓ મહારાષ્ટ્રમાં જ પ્રવાસ કરે છે. પૂનાના નિવાસ દરમ્યાન ઘણાં સાધુ-સાધ્વીઓના સતત ગાઢ સંપર્કમાં આવવાનું બન્યું અને સૌની વાત્સલ્યભરી મમતાનો અનુભવ થયો. અહીંના આઠ દિવસના નિવાસ દરમ્યાન જુદે જુદે સ્થળે ઉપાશ્રય, રનતબાઈ ગુજરાતી હાઈસ્કૂલ, રાજસ્થાની જૈન મિત્ર મંડળ, ગુજરાતી જૈન મિત્ર મંડળ, કોંગ્રેસ હાઉસ વગેરે સ્થળે પ્રવચન સભા રાખવામાં આવી હતી. પૂનાના વસવાટ દરમ્યાન યરવડા, આગાખાન મહેલ, મહાદેવ દેસાઈ અને કસ્તુરબા ગાંધીની સમાધિ, લેડી પ્રેમલીલા ઠાકરશીના બંગલો વગેરે સ્થળની મુલાકાત લીધી. શ્રી પ્રેમલીલાબહેને અમારો સૌનો સત્કાર કર્યો. તેઓ કસ્તુરબા સ્મારક નિધિના પ્રમુખ છે. નિધિ તરફથી ચાલતી પ્રવૃત્તિ અંગે વાતો થઈ. તેમણે ભાલ નળકાંઠા પ્રયોગ અંગે શ્રદ્ધા વ્યક્ત કરી. ૧૯૦ સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250