Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 234
________________ મહાત્મા ગાંધી પ્રદર્શન ખાસ જોવાલાયક છે. ગાંધીજીનું બાવલું, અગિયાર વ્રતોના શિલાલેખો, રમતગમતનાં સાધનો, મહાન સંતોનાં બાવલાં અને તેમનાં સુવાક્યો વગેરે છૂટક છૂટક કુટિરોમાં ગોઠવેલાં છે. ૩૫૦ એકર જમીનમાં ખેતીકામ, ફળઝાડ, ફૂલછોડ, ખાતરની બનાવટો, દેશી સાબુ, ખાદી પ્રવૃત્તિ વિકાસ મંડળની ઓફિસ વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલે છે, આ રચના પાછળ ડૉ. મહેતાનો પરિશ્રમ મુખ્ય છે. હાલમાં સરકાર તરફથી લોકસહાયક સેના તાલીમ શિબિર ચાલે છે, જેમાં આ વિભાગના પાંચસો યુવાન તાલીમ લઈ રહ્યાં છે. તાલીમ શિબિરમાં મહારાજશ્રીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું કોપરગાંવથી શીરડી આવ્યા. શીરડી ગામ સાંઈબાબાનું યાત્રાધામ છે. રોજના સેંકડો યાત્રિકો આ ધામની મુલાકાતે આવે છે. યાત્રિકો માટે સગવડતા સારી છે. સાંઈબાબાનું સમાધિમંદિર જોવાલાયક છે. અંદર બાબાની આરસની પ્રતીમા છે અને તેની આગળ બાબાની કબર છે. હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ રીતે જોવા મળે છે. રાત્રિની જાહેરસભા મંદિરમાં રાખવામાં આવી. આ સભામાં મહારાજશ્રીએ સર્વધર્મનું રહસ્ય સમજાવ્યું હતું. રામ નવમી ઉપર અહીં મોટો ઉત્સવ ઊજવાય છે. શીરડીથી રાહતા આવ્યા. રાહતાથી એક માઈલ દૂર સાકોરી ગામ છે, તેની મુલાકાત લીધી. સાકોરી ગામ ઉપાસની બાબાની સમાધિ તથા દત્તનું મંદિર છે. ઉપાસની બાબા સાંઈબાબાના શિષ્ય ગણાય છે. અત્યારે બાબાનાં શિષ્યા ગોદાવરીબાઈ કરીને એક બાઈ છે, જેઓ આ સ્થળનો વહીવટ સંભાળે છે. અત્રે બ્રહ્મચર્યાશ્રમ છે, જેમાં પચીસથી ત્રીસ બ્રહ્મચારી બાળાઓ કાયમ રહે છે. જેઓ પૂજાપાઠ, હવન, વાચન, સફાઈ વગેરે કામ કરે છે. અત્રે કન્યાકુમારી મંદિર, તુલસીપૂજાનું મંદિર અને યજ્ઞ માટેનું મંદિર પણ છે. બાબાની એક માન્યતા હતી કે સ્ત્રી જાતિનું શરીર મેળવ્યા સિવાય મોક્ષ મળવો અશક્ય છે એટલે તેઓ કોઈ કોઈ વાર સ્ત્રી પહેરવેશ પણ પહેરતાં. અત્રોના પ્રવચનમાં મહારાજશ્રીએ ધર્મનું રહસ્ય ઊંડાણથી સમજાવી દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દાખવવા અનુરોધ કર્યો હતો. - સાકોરીથી અસ્તગામ થઈ બાબળેશ્વર આવ્યા. અરોના જૈન ભાઈબહેનોએ ભાવભીનું સ્વાગત કર્યું. આ વિભાગમાં શેરડીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. સારી જમીન હોય અને ખાતરપાણી સારાં મળે તો એક સાધુતાની પગદંડી : પુસ્તક – છડું ૧૮૮

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250