________________
આ બાજુ હોળીનો ઉત્સવ ગુજરાત જેવો જ છે. આ ઉત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે.
માલેગાંવથી એક માઈલ દૂર આગ્રા રોડનો રસ્તો બદલાય છે. અહીંથી નાસિક ૬૪ માઈલ દૂર છે તથા મુંબઈ ૧૨૦ માઈલ દૂર છે. મનમાડ જવાના રસ્તા ઉપર સુંદર વૃક્ષો હતાં પણ લોકોએ કાપી લઈ રસ્તાને નિવૃક્ષ બનાવેલો છે. આ બાબતમાં લોકોએ તથા સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર છે.
કવલાણાથી જળગાંવ આવ્યા. અત્રે એક રાત્રિસભા રાખવામાં આવેલી. સભામાં ગ્રામઉદ્યોગ, વ્યસનત્યાગ ને સહકારી પ્રવૃત્તિ અંગે વાતો થઈ. જલગાંવથી કુંડલગામ આવ્યા. સાંજના મનમાડ આવી ગયા.
મનમાડ મોટું રેલવે જંકશન છે. અત્રે એક બહેનોની તથા એક જાહેરસભા એમ બે સભાઓ યોજવામાં આવી હતી. અત્રે શ્રી ભાઉસાહેબ હીરે મહારાજશ્રીને મળવા માટે આવ્યા હતા. શ્રી હીરેએ મહારાજશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મનમાડથી અંકાઈ આવ્યા. અંકાઈ ઊંચા પર્વતની તળેટીમાં આવેલું ગામ છે. પર્વત ઉપર સુંદર કિલ્લો છે. અજન્ટા જેવી ગુફાઓ પર્વતમાં કોતરી કાઢેલી છે. અંદર પ્રાચીન મૂર્તિઓ છે. અત્રે અગત્સ્ય મુનિનું મંદિર છે.
અંકાઈથી યેવલા આવ્યા. અહીં બીડીનાં કારખાનાં ઘણાં છે. અત્રે સ્થાનકમાં બે મારવાડી મુનિઓનો મેળાપ થયો હતો. અહીં જૂના તથા નવા બંને વિચારના જૈનો જણાયા. રાત્રિની જાહેરસભામાં મહારાજશ્રીએ ધર્મનું સાચું રહસ્ય સમજાવ્યું.
યેવલાથી યશગાંવ આવ્યા. અહીંથી અહમદનગર જિલ્લાની હદ શરૂ થાય છે. યશગાંવ તેનું પહેલું ગામ છે. યશગાંવથી કોપરગાંવ આવ્યા. અહીંનું વાતાવરણ રળિયામણું છે. નહેરના પાણી માં ને ત્યાં નજરે પડે છે. કોપરગાંવ તાલુકામાં શેરડીનાં પાંચ કારખાના છે. જેમાં બે સહકારી ને ત્રણ વ્યક્તિગત છે. આ બાજુનો પ્રદેશ ઔદ્યોગિક છે. આ બાજુ જૂની ખેડપ્રથા ચાલુ છે અને એથી મુશ્કેલી રહે છે. અત્રની સુધરાઈને સારી એવી આવક હોય એમ જણાયું. સુધરાઈએ ગામના મુખ્ય રસ્તાઓ સિમેન્ટના બનાવ્યા છે. વીજળી બત્તીની વ્યવસ્થા સારી છે. કોપરગાંવ ગોદાવરી નદી ઉપર વસેલું છે. અત્રે છૂટક છૂટક સભાઓ યોજવામાં આવી હતી. કોપરગામમાં સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૮૭