________________
એકરમાં એકસો દસ ટન શેરડી થઈ શકે છે. આ બાજુ એક ટન શેરડીનો ભાવ રૂપિયા છેંતાળીસ છે. આ ભાવ સરકારે નક્કી કરેલ છે. ખર્ચ એકરે જમીન ઉપ૨ પંદરસોથી બે હજાર રૂપિયા આવે છે. એક કારખાનું રોજની હજાર ટન શેરડી પીલે છે. એક ટને આશરે એક બોરી ખાંડ તૈયાર થાય છે. દર વરસે એક કરોડ કરતાં વધુ ઉત્પાદન થાય છે. અત્રે એક મોટું સહકારી ખાંડનું કારખાનું પણ છે.
બાભળેશ્વરથી કોલ્હાપુર આવ્યા. અહીં દસ માઈલના એરિયામાં ખાંડના બે કારખાનાં છે એટલે ખેડૂતોની સ્થિતિ એકંદરે સારી છે. પરંતુ વ્યવસ્થિત સંગઠન નહિ હોવાને કા૨ણે પૈસાનો અવેર સારી રીતે થઈ શકતો નથી. રાત્રિસભામાં મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને ગ્રામદાનની ભૂમિકા સમજાવી હતી.
કોલ્હાપુરથી દેવલાલી આવ્યા. અત્રે ખાંડનું એક સહકારી કારખાનું છે. કારખાનાના એક શેરની કિંમત એક હજાર રૂપિયા છે અને એક શેર ખરીદનારે એક એકર શેરડી વાવવી પડે છે અને ઉત્પન્ન થયેલી શેરડી કારખાનાને જ આપવી પડે છે.
દેવલાલીથી રાહુરી થઈ ખંડાબે આવ્યા. આ ગામ ઘણું પ્રગતિશીલ છે. આ ગામમાં અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અસ્પૃશ્યતા નિવારણમાં આ ગામે સારી પ્રગતિ કરી છે. આ બધી પ્રવૃત્તિ પાછળ શાળાના એક શિક્ષક ભાઈ સક્રિય રસ લઈ રહ્યા છે. રાત્રિ સભામાં મહારાજશ્રીએ ગ્રામ સંગઠનની ભૂમિકા સમજાવી હતી.
ખડાંબેથી બાંભોરી આવ્યા. અહમદનગર જિલ્લાનું સૌથી મોટું દાણાનું પીઠું અહીં છે.
બાંભોરીથી પીંપળગાંવ આવ્યા. પીંપળગાંવ ખૂબ રમણિય સ્થળ છે. શ્રાવણ માસમાં કાયમ મેળો રહે છે. અત્રેની જાહેરસભામાં રામાયણના પ્રેરક પ્રસંગો વર્ણવી બતાવ્યા.
પીંપળગાંવથી સાવેડી આવ્યાં. સાવેડીથી એકાદ ફલાંગ દૂર કુષ્ટ રોગીઓને માટે આશ્રમ છે, જેની મુલાકાત લીધી. આશ્રમની ચાલતી વિવિધ પ્રવૃત્તિ જોઈ. આ આશ્રમ કુષ્ટરોગીઓને માટે આશીર્વાદરૂપ છે.
સાવેડીથી અહમદનગર આવ્યા. અહમદનગરના સાત દિવસના નિવાસ દરમ્યાન શહેરની ઘણી સંસ્થાઓની મુલાકાત લીધી. મહાવીર જયંતી ઉપર સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૮૯