________________
ક્રાંતિપ્રિય સાધુઓ માટે સડક તૈયાર થશે તેમ છતાં બહેનોની અરજી આવી છે તો તેના ઉપર વિચાર જરૂર કરવો જોઈએ. તેમને ખુલાસો પણ કરવો, એવો ઠરાવ કરવો કે બધું સચવાઈ રહે અને તપ, ત્યાગ દ્વારા વિરોધીઓનું મન પરિવર્તન થાય.
આ બધું સમજાવ્યું હતું પણ સભા મળી ત્યાર પહેલાં તો કામ ઠીક ચાલ્યું પણ પછી કોઈ કારણસર ઉગ્રતા આવી ગઈ.
કેટલાક આગેવાનો પોણા અગિયાર વાગ્યે મહારાજશ્રી પાસે આવ્યા. મહારાજશ્રી ઊઠ્યા. તે ભાઈઓએ યું કે “અમારું અપમાન કર્યું.” આ વાતો સાંભળી મહારાજશ્રીને ખૂબ દુ:ખ થયું. તેઓશ્રીએ બે હાથ જોડી કહ્યું : મારા નિમિત્તે તમને દુઃખ થયું તે બદલ માફી માગું છું. ફરી ફરીને કાન્તિભાઈની માફી માગી. મિટિંગ તો ચાલુ હતી. તે ભાઈઓને બોલાવ્યા કે અમારામાંથી કોઈએ ત્યાં જવું એવો વિચાર આવી ગયો પણ છેવટે એમ વિચાર્યું કે સામા પક્ષને પણ સાંભળવો જોઈએ અને કાળ જવા દેવો. તા. ૩-૭-૫૮ :
આજે મહારાજશ્રીને મૌન હતું. ગઈ કાલે દૂષિત વાતાવરણ જમ્મુ તે બદલ ઉપવાસ કર્યો હતો. છોટુભાઈએ પણ ઉપવાસ કરેલો. સવારમાં જ સંઘ પ્રમુખ હરિભાઈ દોશી નવા ઉપાશ્રયે આવ્યા. છોટુભાઈ સાથે મહારાજશ્રી પાસે ઉપર ગયા. હરિભાઈએ ગળગળા થઈ જતાં કહ્યું : મહારાજશ્રી ! ગઈકાલે રાત્રે મને ઊંઘ આવી નથી. આમ તો હું બે મિનિટમાં જ ઊંઘી જાઉં છું પણ ક્રોધ આવી ગયો. બહુ ખરાબ થઈ ગયું. કાન્તિભાઈની માફી માગી આવું એમ થાય છે. એટલે પ્રથમ આપની સલાહ લેવા આવ્યો છું. આજે સાંજે મળવાનો છું ત્યારે માફી માગવી અને ખુલાસો કરી લેવો એમ વિચારું છું. જેથી વાતાવરણ સુધરી જાય. છોટુભાઈને લાગ્યું કે જે શુભ વિચાર આવ્યો છે તેને તરત અમલમાં મૂકવો, એમાં નુક્સાન નથી. દિવસે કોઈ ખોટાં ઘોડાં ન ગંઠાયા કરે એટલે તેઓ બન્ને તરત કાન્તિભાઈ પાસે ગયા. ત્યાં રાત્રે ૭-૩૦ વાગ્યે બન્ને પક્ષના મુખ્ય મુખ્ય ભાઈઓએ મહારાજશ્રી રૂબરૂ મળવું અને જે કંઈ બન્યું છે તેની દિલગીરી વ્યક્ત કરી સફાઈ કરી નાખવી એમ નક્કી થયું.
સાંજે પોતાની દીકરી બીમાર હોવાને કારણે કાન્તિભાઈ ના આવી શક્યા, પણ ચીમનભાઈ અને જગુભાઈ, હરિભાઈ દોશી, કેવળચંદભાઈ, સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૧૫