________________
:
શસ્રો માટે ઘણું દુઃખ હતું. તેનાથી જે હિંસા થાય છે એના નિવા૨ણ માટે આમરણાંત અનશન કરવું અને મુક્ત મને સમજણપૂર્વક વિશ્વશાંતિ અર્થે દેહ છોડવો, એવો વિચાર કરેલો. પણ મિત્રોની સલાહ લેવી એ પણ સાથે રાખેલું. રાજગોપાલાચારીની સલાહ ના આવી. શ્રમ કરતાં કરતાં જિંદગી ખર્ચવી. વિનોબાજીની સલાહ પણ ના આવી, છેવટે નાથજીએ કહ્યું ઃ તેં વિચાર કર્યો છે તો ક૨, પણ એમ કહેવામાં પ્રસન્નતા નહોતી એટલે સુરેન્દ્રજીએ ફરી પૂછ્યું. ત્યારે તેમણે અનિચ્છા બતાવી. મહારાજશ્રીએ પણ પોતાના વિચારો દર્શાવેલા. (૧) માણસ હિંસા જોઈને રહી જ ના શકે. જીવી જ ન શકે, એવી સ્થિતિ પ્રાપ્ત થાય, તો તો એકાંતમાં બેસીને કોઈપણ જાહેરાત કર્યા સિવાય અણસણ કરે. (૨) જો જગતમાં જાહેર કરીને એ કરવું હોય તો તેવી વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય સ્થાન મેળવ્યું હોય કે જેથી તેની અસર વ્યાપક થાય. આ બે જો ના હોય તો બલિદાનોની એક સાંકળ રચી તે દ્વારા કામ ચાલવું જોઈએ. સુરેન્દ્રજીએ અહિંસાની ફિલસૂફી ઘણી સારી ચર્ચી. તેમણે કહ્યું, બલિદાન સિવાય અહિંસાનો વિચાર ફેલાતો નથી. શ૨ી૨ના પ્રેરક બળથી જ હિંસા જન્મે છે. આત્માના પ્રેરકબળથી અહિંસા જન્મે છે. માણસ બધું છોડવા તૈયાર થાય છે. શરીર છોડવા તૈયાર થતો નથી. સ્વમાનભંગ થાય, હિંસા થાય, ગમે તે થાય પણ જીવવું. એ જીવનથી હિંસા જન્મે છે. એટલી બૉમ્બની શક્તિ છે. તેમજ શક્તિ શુદ્ધ મનની છે. સૈનિક લડવા જાય છે ત્યારે બલિદાન આપવાની તૈયારી સાથે જાય છે. આપણે સામાને મારીને નહિ પણ મરીને મારવા ઇચ્છીએ છીએ. મતલબ કે તેના અંતરમાં પડેલી હિંસાને બલિદાન દ્વારા દૂર કરવા ઇચ્છીએ છીએ. વગેરે વાતો ચાલી.
નવથી પોણા દસ તેમનું પ્રવચન પૂરું થયા પછી મહારાજશ્રીનું પ્રવચન રહ્યું હતું. ત્યારબાદ મહારાજશ્રીને બાલકનજીબારીમાં ગાંધીજી વિશે વાર્તાલાપનો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યાં ગયા હતા. બપોરના પ્રભાકર પડિયા મળવા આવ્યા. તેમણે કોઈ ઠેકાણે મોટાઈ માટે માનપત્ર નહિ લેવાની મહારાજશ્રી પાસે ઇચ્છા વ્યક્ત કરી. વિ.વા. પ્રા. સંઘના મુખ્ય ભાઈઓ મહારાજશ્રીને રૂબરૂ મળ્યા. સ્ત્રીઓના ગૃહઉદ્યોગ માટેની જગ્યા અંગે વિચારણા કરી. આશ્રમની સામે મણિલાલ ધનજીની જે જમીન છે ત્યાં સુધરાઈ બગીચો બનાવવા માગે છે પણ આ વિચારથી લોકો નારાજ છે. કા૨ણ કે સાર્વજનિક બગીચો થાય તો ગુંડા વગેરે અસામાજિક તત્ત્વોના લોકોનો અડ્ડો જામે. તેને બદલે એ જગ્યામાંથી અમુક ભાગ ગૃહઉદ્યોગ માટે મળે અને બાકીનો બાળકો, બહેનો માટે રમતગમતનું સ્થાન બને તો બધી રીતે ઉત્તમ થાય. આ અંગે પ્રયત્ન કરવા વિચાર્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૨૨૫