________________
આ બાજુ બજાર ભરાવાનો રિવાજ છે. અઠવાડિયે નિયત કરેલાં સમયે બજાર ભરાય છે. લોકો પોતાની ઉપયોગી ચીજો બજાર ભરાયે ખરીદ કરે છે. આ બાજુ ગરીબાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે.
રનાળેથી એક ગામ લઈ દોંડાયચા આવ્યા. સુંદર નદીએ ભાગમાં વહે છે.
અહીંથી શીંદખેડ તાલુકો શરૂ થાય છે. દોડાયચા નંદરબાર જેવું જ સુંદર પીઠાનું ગામ ગણી શકાય. દોંડાયચાથી વિખરણ થઈ ચીમઠાણ આવ્યાં. (તા. ૧-૩-૫૮ વિ.વા.). તા. ૧૬-૩-૫૮ :
ચીમઠાણાથી પ્રવાસ કરી અમે ડાંગરણે આવ્યા. દોંડાયચાની આજુબાજ ખેતી ઘણી સારી છે. આ બાજુનો મુખ્ય પાક મરચાં છે. દડાયચા મરચાંનું પીઠું ગણાય છે. રોજની હજારેક ગાડી વેચાણ માટે આવે છે. ડાંગુરણેમાં પાટીલ લોકોની વસ્તી વધારે છે. દિવસે સોનગીરના એક ડૉક્ટર તથા ભૂદાન કાર્યકરો જોડે ઠીક ઠીક વાતો થઈ. રાત્રિ પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગામડાંએ પોતાનું સંગઠન કરી દરેક રીતે સ્વાવલંબી થવું જોઈએ. વ્યસન માત્રનો ત્યાગ કરવો જોઈએ. ગામડાંના જે કંઈ જટીલ પ્રશ્ન હોય તે લવાદ દ્વારા પતાવવા જોઈએ.
આ બાજુના લોકો દારૂ, માંસ ખૂબ વાપરતા હતા પણ એક વખત આચાર્ય તુલસી તથા તે પહેલાં તેમનાં શિષ્યોના આગમન બાદ કેટલાંક ભાઈ-બહેનોએ દારૂ-માંસ છોડ્યાં છે. સાધુ, સંતો આવા પ્રદેશોમાં વિહાર કરી યોગ્ય માર્ગદર્શન આપે તો તેનું સુંદર પરિણામ આવે. અલબત્ત, તેમાં વટાળવૃત્તિ કે સંકુચિત સાંપ્રદાયિકતા ન આવે તે ખાસ જોવાવું જોઈએ.
લગ્નના રિવાજો થોડે ઘણે અંશે ગુજરાતીને મળતા આવે છે. વર ને કન્યા વચ્ચે ટેબલ મૂકી સામસામે ખુરશીમાં બેસાડી લગ્નક્રિયા કરવામાં આવે છે. ભાત, પુરી, મઠના બાકળાં અને દાળ એ એમનાં લગ્ન પ્રસંગનું મિષ્ટાન્ન ગણાય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ઘીનો વપરાશ વધુ છે.
ડાંગરસેથી સોનગીર આવ્યા. સોનગીર ચારેબાજુથી ડુંગરાઓથી ઘેરાયેલું ગામ છે. અગાઉના વખતમાં આ ગામ કોઈ રાજયની રાજધાની હશે તેમ જણાય છે. ડુંગરા ઉપર રક્ષણાત્મક કિલ્લો હજુ પણ અવશેષરૂપે દેખાય છે. ૧૮૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું