________________
છોડાવી હતી. ગુલિયા મહારાજ પછી તેમના જે શિષ્યો છે તેમનો જોઈએ તેટલો પ્રભાવ પડતો નથી તેમ જાણવા મળ્યું. આ બાજુના આદિવાસીઓનો પહેરવેશ મરાઠી ગુજરાતી બંનેને મળતો આવે છે. બહેનો લીલી, કથ્થઈ અને ભૂરી પટ્ટાવાળી સાડીઓ પહેરે છે.
વેઢાપાવલાથી ભીલ જાંબોલી આવ્યા. આજે બાપુ નિર્વાણ દિન હતો. મહારાજશ્રીએ એ પ્રસંગની સ્મૃતિ તાજી કરાવી અને જણાવ્યું કે બાપુ તો અમર થઈ ગયા પણ એમના સિદ્ધાંતો આપણે આપણા જીવનમાં ઊતારી આપણા જીવનને વધુ ધન્ય બનાવી અંતઃકરણની સાચી અંજલિ આપીએ.
જાંબલીથી રાયગઢ, ઉદમગડી થઈ ખાપર આવ્યા. અત્રે મારવાડી જૈન વેપારીઓ વસે છે. મહારાજશ્રીએ અત્રે જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. અત્રેના વેપારી ભાઈઓએ દારૂ માટેનો ગોળ નહીં વેચવાની પ્રતિજ્ઞા લીધી.
ખાપરથી અક્કલકૂવા આવ્યા. આ તાલુકાનું ગામ છે. મહા સુદ૧૫ના રોજ અત્રે આદિવાસી લોકોનો મેળો ભરાય છે. આ મેળો યાત્રા સમાન ગણાય છે.
અક્કલકૂવાથી અમો વાણિયાવિહીર આવ્યા. અમે સાતપૂડા પર્વતની તળેટી નજીક આવી ગયા હતા. પર્વતની એક બાજુ તાપી નદી છે અને બીજી બાજુ નર્મદા છે. મરાઠી ભાષામાં કૂવાને વિહીર કહેવામાં આવે છે.
ગામના મારવાડી ભાઈ-બહેનોએ સ્વાગત કર્યું. વેપારી લોકો સાથે સારી ચર્ચા થઈ હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે બુદ્ધિજીવી વર્ગનો ઉપયોગ જરૂરી છે. તે વર્ગે ધર્મને સામે રાખી સાચા ઉત્પાદકોના વિકાસમાં મદદ કરવી પડશે. તો જ તેમનું તથા સર્વનું કલ્યાણ થવાનું છે. કૃષિ, વાણિજય અને ગોરક્ષા સાથે ચાલવાં જોઈએ. અત્રોના એક વેપારીએ નવસાર નહીં વેચવાની જાહેર પ્રતિજ્ઞા લઈ દાખલો પૂરો પાડ્યો હતો. અત્રો મકરાણી લોકોની વસ્તી પણ ખૂબ છે. અત્રે દત્ત સંપ્રદાયના કેટલાંક આદિવાસી ભાઈઓ ઘણે દૂરથી પોતાના ગુરુના આદેશથી મહારાજશ્રીના દર્શને આવ્યા હતા. અહીં પણ થોડાં આદિવાસીઓએ દારૂ-માંસ નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
- વાણિયાવિહીરથી બુધાવળ આવ્યા. આ ગામમાં આદિવાસી લોકો જ રહે છે. કોકર મુંડાનાં જૈનો, અક્કલકૂવા, વાણ્યાવિહીર વગેરે સ્થળે આવેલા ૧૮૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું