________________
તા. ૬-૧૦-૫૮ :
ઝાલાવાડી જૈન યુવક સંઘના સભ્યો મહારાજશ્રીના દર્શને આવી ગયા.
આજે મહારાજશ્રીને ઉપવાસ હતો. પ્રાયશ્ચિત્તનો ઉપવાસ હતો. તેમણે બહુ જાહેરાત કરી નહોતી. બંને ભાઈઓ પૂછતા હતા કે શાનો ઉપવાસ છે? પણ મહારાજશ્રીને મૌન હતું એટલે હસતાં હસતાં વાતો કરતા હતા. મીરાંબહેને બહુ આગ્રહ કર્યો એટલે કાગળમાં લખ્યું. અહીંના ફંડનો છેલ્લો દિવસ હતો. પ્રયત્ન પછી શાંતિથી દુર્લભજીભાઈ વગેરેના પ્રવચનો ફંડ પૂરું કરવા અંગે થયા. સામાન્ય રીતે લવાદની અનુમતિથી રાતના દસ વાગ્યા સુધી આ ઉપાશ્રયમાં રહેવું એવું નક્કી થયું છે. મહારાજશ્રી એનું બરાબર પાલન કરે છે. આજે સમય થઈ ગયો પણ વાત ફંડની ચાલતી હતી. એટલે પોતે ઊઠે તે બરાબર નહોતું એટલે અડધો કલાક મોડું થયું. એના પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ કર્યો. ઝીણામાં ઝીણી વાતની જીવનમાં કેટલી કાળજી રાખે છે તેનો નમૂનો હતો. તા. ૮-૧૦-૫૮ :
આજે શ્રીમદ્ રાજચંદ્રનાં દીકરી મહારાજશ્રીને મળવા આવ્યાં હતાં. ઘણી વાતો કરી. ઘણાં નમ્ર અને વિવેકી લાગ્યાં. તેમનું કુટુંબ માટુંગામાં રહે છે. તા. ૧૯-૧૦-૫૮
આજે ભાલમાંથી ખેડૂત ભાઈઓ આવવાના હતા એટલે હું, હઠીસીંગભાઈ, નરેન્દ્રભાઈ વગેરે વહેલા ગાડીમાં દાદર ગયા. તેઓ દાદર સ્ટેશને ઊતર્યો અને મુંબઈ જવા માટે બે ખાનગી બસો દરેકના રોજના સો રૂપિયા લેખે ભાડે રાખી હતી. તેમાં સૌ ઘાટકોપર આવ્યા. વહેલાં વહેલાં જમીને સૌએ બે મોટરોમાં મુંબઈ જવા નીકળ્યા. પ૮ ભાઈઓ હતા. તેમાં ૧૩ સ્ત્રીઓ હતી. સૌ પ્રથમ આરે કેન્દ્ર જોયું. મેનેજરને મળ્યા એટલે તેણે વગર ટિકિટે જોવા દીધું. નહીં તો જણ દીઠ ૪ આના ટિકિટ હોય છે. બાર વાગ્યા સુધી ખુલ્લું હોય છે. ત્યાંથી કોરા કેન્દ્ર ગયા પણ બપોર હોવાથી રિશેષ હતી એટલે બહારથી જોયું. સાબુ કામ જોવા મળ્યું. ત્યાંથી બોરીવલીમાંથી થોડું ફૂટ લઈ કાહેરી ગુફા જોવા ગયા, બોરીવલીથી છ માઈલ દૂર છે. બહુ સુંદર દૃશ્ય જોતાં જોતાં મોટરોમાં ગુફાઓએ પહોંચ્યા. કાલ કરતા સારી નથી પણ એકંદરે ચારેબાજુ પહાડો અને વનરાજી સુંદર લાગતી હતી. સૌથી ઉપરના ડુંગરા ઉપરથી સુંદર દૃશ્ય લાગતું હતું. આજે રવિવાર હતો એટલે પારસી ભાઈ-બહેનો અને બીજાં ઘણાં ઉજાણીએ આવ્યાં હતાં. તેઓ ૨૨૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું