________________
અભિપ્રાય હોઈ શકે. કાન્તિભાઈએ બધામાં સંપ રહે તે હેતુથી બહેનોનું નામ વાપર્યું છે. ખરી રીતે તેમણે સ્પષ્ટ વાત લખી હોત તો સારું હતું પણ આપણે અહિંસક રીતે મન પરિવર્તન કરવાનું છે.
બીજે દિવસે પ્રવચન પૂરું થયા પછી સંઘપતિએ બહેનોની અરજીની વાત કરી અને કહ્યું કે અમે જનરલ સભા બોલાવી છે. કાન્તિભાઈ મિટિંગમાં હાજર હતા. તેમણે પણ ખુલાસો કર્યો કે મેં બહેનોનો ઉલ્લેખ કર્યો છે તેમાં મારી ભૂલ છે. તે બદલ માફી માગું છું પણ મારો આશય ઘાટકોપર સંબંધમાં સંપ રહે તે જ હતો અને તેથી મહારાજશ્રી અહીં જ રહે અને બહેનો સહીઓ વગેરે કરીને આંદોલન ન જગાવે.
મહારાજશ્રીના મનમાં એમ હતું કે લવાદમાં લખ્યા પ્રમાણેના ભાવને વળગી રહેવું. તેમાં દિવસના જૂના ઉપાશ્રયે કાર્યક્રમ રાતના નવ વાગ્યા સુધી રાખે એમ જણાવેલું. વળી એમ કરવાથી સંપ પણ રહેતો હતો.
પણ વ્યક્તિગત અહમ તેમ કરવા દેતો નહોતો. મોટા ભાગના લોકોનું માનવું હતું કે કાં તો નવા ઉપાશ્રયે અને કાં તો જૂના ઉપાશ્રયે બધો જ કાર્યક્રમ કરવો. જેથી થોડા વિરોધીઓ છે તેમને ખ્યાલ આવે અને પોતાની વાત પણ સચવાઈ જાય.
૨-૭-૫૮ રાત્રે સંઘની જનરલ સભા મળી. તેમાં સંતબાલને જૂના ઉપાશ્રયે ઉતારવા, અમને નવા ઉપાશ્રયમાં ધર્મક્રિયાઓ કરવામાં વાંધો નથી. એ બાબતની ૨૦૨ બહેનોના આવેલા સહીવાળા પટા ઉપર વિચારણા થઈ. આ સભામાં કેવો વળાંક લેવો તે અંગે મહારાજશ્રીએ બે દિવસથી આગેવાનો સાથે ચર્ચા કરી હતી. એની પાછળનો મહારાજશ્રીનો ભાવ એ હતો કે ઘાટકોપર સંઘમાં સલાહ, સંપ જળવાઈ રહે અને વિરોધી વિચારવાળાઓને પણ પ્રેમથી તપ-ત્યાગના સાધનથી મતપરિવર્તન કરવાની ભૂમિકા ઊભી થાય. મહારાજશ્રીએ કહ્યું કે, કાન્તિભાઈનો ચુકાદો સુંદર છે. તેમાં જે લખાણ છે તે બંને પક્ષે માન્ય કર્યું છે અને એ લખાણ ઐતિહાસિક બનશે. સંતબાલે આટલી ક્રાન્તિ કરી હોવા છતાં સંતબાલને જૈન સાધુ માન્યા એટલું જ નહિ તેને ઉપાશ્રયમાં ઊતરવાનો અધિકાર છે એમ કહ્યું. લીંબડી સંપ્રદાય કે જૈન કૉન્ફરન્સને અહીંના આ પ્રશ્ન સાથે લાગતું-વળગતું નથી. ઘાટકોપર સંઘ એ રીતે સ્વતંત્ર છે. ક્રાંતિપ્રિય છે. આટલી બધી મોટી વાત હોવાથી ચુકાદો પાળવાથી ઘાટકોપર જ નહીં બીજા સંઘોને પણ માર્ગદર્શન મળશે. ૨૧૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છ