________________
મંત્રી બચુભાઈ, શાંતિભાઈ ન્યાલચંદ શેઠ વગેરે મળ્યા. બંને પક્ષે પોતપોતાની ભૂલ બદલ માફી માગી. વાતાવરણ સાફ થઈ ગયું. તા. ૪-૭-૫૮ :
આજે સવારની સભા પછી સંધના ભાઈઓ મહારાજશ્રીને મળવા આવ્યા અને સલાહ પૂછી કે બહેનોની અરજી ઉપરથી આપને જૂના ઉપાશ્રયમાં લાવવા માટેનો સર્વાનુમતિએ ઠરાવ કર્યો છે. હવે એ ઠરાવ ટ્રસ્ટીઓ કે જે હાજર નહોતા તેમની અનુમતિ માટે મોકલીશું. ત્રણ દિવસમાં જવાબ ન આપે તો એક પત્ર ફરીથી લખી વિનંતી કરીશું અને છતાંય જવાબ નહિ આપે તો મહારાજશ્રી જૂના ઉપાશ્રયે પધારે તેમાં તમારી સંમતિ છે એમ માનીશું. આ વિધિ કર્યા પછી આપને વિનંતી કરીશું.
મહારાજશ્રીએ કહ્યું કે બરાબર છે. પછી તો તમારે મારી સામે સત્યાગ્રહ કરવો જોઈએ કે હું કેમ નથી જતો. બહેનો અનુમતિ લેવા જાય તો તેની નેતાગીરી કોઈ યોગ્ય વ્યક્તિએ લેવી અગર મહારાજશ્રીના માર્ગદર્શન નીચે પ્રયોગ ચાલવો જોઈએ એમ ચર્ચા થઈ. છોટુભાઈની સલાહ એવી હતી કે ઉપાશ્રયની અંદર જ ત્રણ ત્રણ ઉપવાસની સાંકળ બહેનો રચે. એક જ વ્યક્તિ વધુ ઉપવાસ કરે તો સામી વ્યક્તિ ઉપર ખોટું દબાણ આવવાનો ભય રહે છે. વગેરે વાતો કરી. તા. ૬-૭-૫૮ :
રાત્રે બાર વાગ્યા સુધી મહારાજશ્રી જાગ્યા. પ્રશ્ન એ હતો કે મુનિશ્રીના ઉતારા બાબત મતભેદ ઊભા થયેલા હતા. ૮૦૦ ઘરમાંથી ફક્ત ત્રણ જ માણસો વિરોધમાં હતા પણ મહારાજશ્રી એક પણ પ્રતિતીકાર વિરોધી હોય તો જવા તૈયાર નહોતા. સાથે સાથે બહુમતીને અન્યાય ન થાય તેની પણ કાળજી રાખે છે એટલે મુશ્કેલી રહે છે. યુવાન વર્ગ અને બહેનો અકળાયાં છે. વાતાવરણ બગડે નહિ એટલે કેટલાક આગેવાનો રતિલાલ બહેચરદાસ, છગનભાઈ, ન્યાલચંદભાઈ, કાંતિભાઈ વગેરે આગેવાનો એકત્ર થયા. કૂબ વાતો થઈ. છેવટે નક્કી થયું કે જેમનો વિરોધ છે તે ટ્રસ્ટીઓને મળવું. ન્યાલચંદભાઈ બહારગામ જવાના હતા. તેમણે આ કારણે ટિકિટ રદ કરાવી. તા. ૮-૭-૫૮ :
આજે બપોરે છગનભાઈ સાથે મહારાજશ્રી માણેકલાલ શેઠ કે જેઓ ટ્રસ્ટી છે અને વિરોધી વિચાર ધરાવે છે તેમને ત્યાં પધાર્યા. વિરોધી વિચારના ૨૧૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું