________________
વગેરે સુશોભન કર્યું હતું. રાત્રિ સભામાં આનો ઉલ્લેખ પણ કર્યો હતો. તા. ૧૭-૮-૫૮ :
અમદાવાદના તોફાનો નિમિત્તે ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ તરફથી હરિજન આશ્રમમાં શુદ્ધિપ્રયોગની શરૂઆત થઈ. કુરેશીભાઈએ નવ ઉપવાસથી શરૂઆત કરી. સ્થળ અને નામ માટે કાર્યકરો અહીં મહારાજશ્રી પાસે હતા ત્યારે એ જ વિચાર આવેલો. તેનો જ અમલ થયો તે જાણી ઘણો આનંદ થયો. પરીક્ષિતભાઈએ કહ્યું, આવા કામ માટે આ સ્થળથી બીજું કયું સારું હોઈ શકે? આજે તાર આવ્યો અને તેનો તારથી જવાબ આપ્યો. અમદાવાદમાં હવે ખાંભી સત્યાગ્રહ શરૂ થયો છે. તા. ૧૫-૯-૫૮ :
આજે મીરાંબહેનનાં ભજનો જૈન યુવક મંડળના આશ્રયે પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા અંગે હતાં. એટલે ખેતાણીના સાથે મીરાંબહેન ગયાં, સાથે કુરેશીભાઈ પણ ગયા. તા. ૧૬-૯-૫૮ :
આજે ધનબાદવાળા ભગવાનદાસ ચંચાણી શેઠ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તા. ૨૦-૯-૫૮ :
તા. ૨૦મીની રાત્રે જ સવારના ઉપવાસની જાહેરાત થઈ. લોકોમાં સન્નાટો બોલાઈ ગયો. ઉલટા-સૂલટી વાતો ચાલી. ઠીક થયું કે રાત્રે પ્રશ્નોત્તરી જમીન પ્રશ્ન ઉપર જ ચાલી એટલે કેટલાંક ખુલાસા થયા. લોકોને એક જ વાત કે મહેસૂલ ના ભરે, દાંડાઈ કરે તો જમીન જાય. વળી કોર્ટમાં ફેંસલો આવે પછી ઉપવાસ કરો તો દાંડાઈને ટેકો જ મળે. સમાજમાં આજનું જે ખોટું મૂલ્ય છે તે જ લોકો જીવે એ સ્વાભાવિક છે. ગણોતિયા ભૂલે પણ શેઠે ભૂલ કરી. આટલા બધા કમાયા તેની કોઈ વાત નહિ કરે. છેલ્લે સુધી મહેસૂલ ભર્યું પછી ખરાબ સંજોગોમાં ન ભરાયું તો જમીન ઝૂટવાય જ એમ માને. મહારાજશ્રીએ સમજાવવા પ્રયત્ન કર્યો. તા. ૨૧-૯-૫૮ :
- આજથી નવાં મૂલ્ય સ્થાપવા માટે મહારાજશ્રીના અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ થયા. જાહેર નિવેદન લખાવ્યું. એમાં જનતા, જમીનદાર, સરકાર કે કાર્યકરો ખેડૂતોને રોટલો રળવાનું સાધન આપી નિશ્ચિત બનાવે એવું બને તો પ્રશ્નનું સમાધાન થાય. ૨૨૨
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું