________________
બાજુની વિચારણા કરી મહારાજશ્રીએ આગ્રહ રાખ્યો કે મકાન માલિકો કરતાં ખેડૂતોનું સ્થાન પ્રથમ હોવું જોઈએ. પ્રેમજીભાઈનું દૃષ્ટિબિંદુ એવું હતું કે ૧૯૫૬માં પ્લાન નક્કી થઈ ગયા. કાર્યવાહી ઘણી આગળ ગઈ છે એટલે પ્રથમ મકાન માલિકો તરફ જોવું જોઈએ. મહારાજશ્રીએ નવા મૂલ્યોનો વિચાર કરવા કહ્યું હતું. તા. ૧-૮-૫૮ :
આજે કચ્છના નયા અંજારના પ્રશ્ન વિશે ત્રીજી બેઠક મળી. નાયબ પ્રધાન પ્રેમજીભાઈ, ભવાનજીભાઈ, ગુલાબશંકરભાઈ, મગનભાઈ, અંબુભાઈ, ફૂલજીભાઈ વગેરે હતા. મહારાજશ્રીએ પ્રેમજીભાઈને એકાંતમાં બોલાવી થોડી વાતો કરી હતી. ગઈકાલે પોતે મુત્સદી શબ્દ વાપર્યો તે બદલ ક્ષમા યાચી. પ્રેમજીભાઈ લાગણીવશ થઈ ગયેલા. આજે વાતોનો ટોન બદલાઈ ગયો હતો. પ્રેમજીભાઈએ કહ્યું સ્કિમ થઈ છે તે બરાબર થઈ છે. પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. પ્રા. સંઘ મોડો જાગ્યો. આ બધું છતાં મને વાત ગળે નથી ઊતરી. છતાં આપ જે રીતે કહો તે રીતે કરવા અમે તૈયાર છીએ. મહારાજશ્રીએ કહ્યું : હું કહું તેમ નહીં પણ તમે બધા મળીને કંઈક તોડ લાવો. છેવટે એમ નક્કી થયું કે વાડીઓ ખાલી ન કરાવવી એ જાય છે. પણ કોઈ સંજોગમાં તેમ ના બને તો ગણોતિયાને બીજે વસાવવા પૂરેપૂરી મદદ કરવી. આ પછી થોડું લખાણ થયું. પ્રેમજીભાઈ આને સુધારીને પાર્ક કરશે. છાપા માટે કંઈક લખશે. આ રીતે અત્યારે તો આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો છે. તા. ૧૦-૮-૫૮ :
આજે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘની નિયામક સમિતિના સભ્યોની મિટિંગ મળી. કારોબારીના નામો નક્કી થયા. બંધારણ છાપવાની મંજૂરી અપાઈ. આજે રાતના ચાલીસગામની સભામાં ગયેલા. માટલિયા, નવલભાઈ, અંબુભાઈ અહીં આવ્યા. તા. ૧૫-૮-૫૮ :
આજે સ્વાતંત્ર્ય દિન હતો. ઘાટકોપર કોંગ્રેસ સમિતિ તરફથી ધનજી દેવજી રાષ્ટ્રીય શાળામાં ધ્વજવંદન બાદ મહારાજશ્રીનું પ્રવચન રાખ્યું હતું પણ વરસાદ પડતો હોવાને કારણે સંદેશો મોકલાવ્યો હતો. તા. ૧૬-૮-૫૮ :
રાષ્ટ્રીયશાળાની બહેનોએ રંગોળી કાઢેલી તે જોવા તેમનો આગ્રહ હોવાથી મહારાજશ્રી ગયા હતા. બહેનોએ ખૂબ કલાત્મક રીતે રંગોળી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૨૧