________________
લવાદ જે ફેંસલો આપે તે સ્થળે સંતબાલજીનો નિવાસ રહે. એમાં સંઘના સભ્યો સંમત થયા. લવાદ તરીકે સર્વોદય હૉસ્પિટલવાળા કાન્તિભાઈ શાહને સર્વાનુમતિથી નીમવામાં આવ્યા. તેમણે બંને પક્ષને સાંભળ્યાં. બધી બાજુનો વિચાર કરી નવા ઉપાશ્રયે ઉતારો આપવાનો ચુકાદો આપ્યો.
નવા ઉપાશ્રયે કોઈ તૈયારી કરી નહોતી. ખરી રીતે એ ભાઈઓએ સમજવું જોઈતું હતું કે સંઘનાં બધાં જ ભાઈઓએ સર્વાનુમતિથી પંચ નીમ્યાં અને તેઓ કહે તેમ કરવાનું છે એટલે તેમની સલાહ મુજબ નવા ઉપાશ્રયે જ ઊતરવાનું છે. તેમ છતાં તે સ્થાન જરા દૂર અને અગવડભર્યું લાગતું હોય તો સૌ ભાઈ-બહેનોએ એકત્ર થઈ આખા પ્રશ્નનો વિચાર કરી લવાદને સંમત કરી સ્થાન નક્કી કરવું જોઈએ અથવા બદલવું જોઈએ પણ સામાન્ય રીતે એવું બને છે કે આગેવાનો માને કે એમાં શું ? અમો કહીશું એમાં સૌ આવી જાય છે એટલે આગલે દિવસે મેં ટેલિફોનથી પ્રમુખશ્રીને આ સૈદ્ધાંતિક ખ્યાલ આપ્યો હતો. તેમણે કહ્યું, કાંતિભાઈને સંમત કરી લઈશું, વાંધો નહીં આવે પણ કાંતિભાઈને પૂછતાં તેમણે કહ્યું કે, ઘાટકોપરમાં જૈનોમાં સંપ સમાધાન રાખવા હોય તો જે ચુકાદો છે તે પ્રમાણે નવા ઉપાશ્રયમાં મહારાજશ્રીને ઉતારવા જોઈએ. આ રીતે મહારાજશ્રી નવા ઉપાશ્રયમાં ઊતર્યા પણ આથી તો લોકોનો કચવાટ ખૂબ વધી ગયો. ખાસ કરીને બહેનોને બહુ મુશ્કેલી હતી. તેમને આ ન ગમ્યું. બહેનોએ કહ્યું કે ચુકાદામાં લખ્યું છે કે સ્ત્રીઓને મુશ્કેલી ના પડે તે માટે સંતબાલજીને નવા ઉપાશ્રયમાં સ્થાન આપવું. બહેનોને નિમિત્ત બનાવ્યાં છે તો અમે જ કહીએ છીએ કે અમોને મુશ્કેલી નથી. અમે “પોષા' વગેરેની બીજે વ્યવસ્થા કરી લઈશું. સંતબાલજી જૂના ઉપાશ્રયમાં ઊતરે. અમને નવા ઉપાશ્રયમાં કોઈ બીક નથી. એટલું કહીને તેઓ અટક્યાં નહિ પણ સંઘને આવેદનપત્ર આપવા માટે સહીઓ લેવાનું શરૂ કર્યું. અઢીસો સહીઓ લઈ સંઘને આપી. ઉપવાસ કરવા પણ તૈયાર થયાં. મહારાજશ્રીએ સહુને સમજાવ્યાં કે આપણે ચુકાદાને માન આપવું જોઈએ. વળી વિરોધી વ્યક્તિનો હૃદયપલટો પ્રેમથી અને તપ-ત્યાગથી કરવો જોઈએ. યુવાન વર્ગ ગુસ્સામાં હતો કે કારોબારીને લવાદ કરવાનો અધિકાર ક્યાં છે ? જનરલ સભાને પૂછવું જોઈએ. લવાદે એકતરફી પગલું ભર્યું છે વગેરે કહ્યું. મહારાજશ્રીએ તેમને મીઠાશથી કહ્યું કે ચુકાદો બહુ સારો છે. મારી ક્રાંતિ દરેકને ન પણ ગમે એટલે દરેકને પોતાનો સ્વતંત્ર સાધુતાની પગદંડી પુસ્તક - છઠું
૨૧૩