________________
એટલે સીધા અહીં આવ્યા. ગુરુદેવ ડોળીમાં હતા. સામાન અંબુભાઈ જીપમાં લાવ્યા હતા. કોરા કેન્દ્ર આગળ બોરીવલીવાસીઓએ સ્વાગત કર્યું. ત્યાંથી સૂત્રો બોલાવતાં બોલાવતાં મુકામે આવ્યા.
ઉપાશ્રયનું મકાન અને તેનું કંપાઉન્ડ વિશાળ છે. એક ભાઈનો બંગલો સરકારે પોતાના ઉપયોગ માટે લઈ લીધેલો. તે ખાલી કરતા જ નહોતા એટલે કંટાળીને વેચી નાખ્યો. ૬૫ હજારમાં સંઘે લીધો પછી પ્રધાનોને મળી ખાલી કરાવ્યો. સારી સગવડવાળું અને એકાંત સ્થાન છે.
રાત્રે પ્રાર્થના બાદ, સંતબાલજીએ શુદ્ધિપ્રયોગની પૂર્વભૂમિકા વિશે કહ્યું હતું. બહેનો પણ ભાગ લઈ શકે તેટલા માટે પ્રાર્થના પ્રવચન ઉપાશ્રયમાં નીચેની ઓસરીમાં રાખ્યું હતું. બહેનો-ભાઈઓ સરખાં જ આવ્યા હતા.
બપોરે સવા બે વાગ્યે વિહાર કરી અમે કોરા કેન્દ્રમાં આવ્યા. સંસ્થાના મુખ્ય વ્યવસ્થાપક પ્રાણલાલ કાપડિયા અને માર્કડભાઈ ઠેઠ ઉપાશ્રય લેવા આવ્યા હતા. બોરીવલીનાં ઘણા ભાઈ-બહેનો પણ સાથે આવ્યાં હતાં. પ્રાણલાલભાઈએ સાથે ફરીને બધું બતાવ્યું. શબાલય જોયું, જયાં મરેલાં ઢોરને ચીરવામાં આવે છે. સૂગવાળા ભાઈ-બહેનો આવ્યા નહોતાં. ગામડામાં મરેલા ઢોરને ઢસડીને લાવવામાં આવે છે, તેથી ચામડું બગડે છે. આ લોકો ઉપાડીને લાવે છે. માંસને ભઠ્ઠીમાં નાખે છે એટલે હાડકાં જુદાં પડે છે. માંસ ગૅસપ્લાન્ટમાં નાખે છે. એમાંથી સંસ્થાને બત્તી મળે છે. ચૂલા ચાલે છે અને ભઠ્ઠી ચાલે છે. હાડકાંનું ખાતર થાય છે. સવા રૂપિયે મણ વેચાય છે. એ હાડકાંને વધુ શુદ્ધ કરવામાં આવે તો બાર આને શેર. ઢોરનું દૂધ વધારવા કામમાં આવે છે. એના કાનના વાળનું રંગવાનું બ્રશ બને છે. શીંગડાં અને ખરીમાંથી કંઈક ચીજ બને છે – સરસ બને છે. માંસનું ખાતર બને છે. ગૅસપ્લાન્ટના કચરાનું પાણી ખેતરમાં જાય છે. પેરાઘાસ એકરે એક લાખ રતલ સુધી પહોંચ્યું છે. આજે કૉલોનીવાળા ઢોર આપે છે. શબનો બધો માલ વેચતાં ૨૫૦ રૂપિયા સુધી ઊપજ થાય છે. આખા કેન્દ્રમાં ગેસથી બત્તીઓ, ચૂલા થાય છે. તા. ૨૪-૬-૫૮ : જોગેશ્વરી
કાંદીવલીથી જોગેશ્વરી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કંચનલાલ વ્રજલાલને બંગલે માણેકભુવનમાં રાખ્યો હતો.
૨૧૦
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું