________________
ધર્મનાં તત્ત્વો ભિન્ન હોઈ શકે નહિ. ભાલ નળકાંઠામાં જે પ્રયોગ થાય છે તે આ દૃષ્ટિએ. ધર્મનાં ત્રણ લક્ષણ અનુક્રમે છે - દુર્ગતિમાં પડતાં રોકી રાખે તેનું નામ ધર્મ. માણસ ઊંચે જવા મથતો હોય છે પણ રાગ, દ્વેષ, માનમાયાનો હૂક તેને પકડી રાખે છે. તેમાંથી મુક્ત કરાવે તેનું નામ ધર્મ. મનુષ્ય પ્રથમથી એકલવાયું જીવન જીવવા ટેવાયેલો હતો. અહિંથી ઘેરાયેલો “હું દુનિયાનો શહેનશાહ છું. એવી તેની મસ્તી હોય છે. પણ મનુષ્ય જ્યારે પરણે છે ત્યારે તેની જવાબદારી વધે છે. સામાજિક જીવન શરૂ થાય છે. એની સાધનાનો ઉપયોગ ત્યાં કરવાનો હોય છે. ધર્મ પામેલા માણસનું સામાજિક જીવન બંધનકારક લાગતું નથી. માબાપને બાળકોનો બોજો લાગતો નથી. ભિન્ન ભિન્ન વિચાર હોવા છતાં એકતાથી વર્તે છે. જેવો વ્યક્તિનો વિચાર છે તેવો સમાજનો અને વિશ્વનો વિચાર છે. હમણાં બહેનો પંચશીલનું ગાન ગાઈ ગયાં પણ આપણે એ વિશે જાણીએ છીએ ખરાં ? ઘરમાં પંચશીલ છે ? પતિ અને પત્નીના વિચારોમાં સામ્ય છે? એકબીજામાં શંકા-કુશંકા નથી ? રશિયા, અમેરિકા પણ એકબીજાની સામે શંકાથી જીવે છે. એથી કોઈ પ્રશ્ન પતતો નથી. વિશ્વાસ રાખવો જ રહ્યો. તા. ૧૬-૬-૫૮ : ગોરેગાંવ
અંધેરીથી ગોરેગાંવ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો શાંતિલાલ ચંદુલાલ દેસાઈને ત્યાં ૧૦૧ ઘોડબંદર રોડ, રામલાલ ફેક્ટરી સામે રાખ્યો હતો.
મહારાજશ્રીની સાથે પહેલાં શાંતિભાઈ ભાવસાર રહેતા હતા. તેમના દીકરા અહીં રહે છે. તેમના અતિઆગ્રહથી આવતી વખતે તેમના ઘેર જઈ આવ્યા હતા. તા. ૧૭, ૧૮, ૧૯-૬-૫૮ : પૂર્વ મલાડ
ગોરેગાંવથી મલાડ આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો મોહન ભવન, દફતરી રોડ ઉપર રાખ્યો હતો. રતિભાઈ સરખેજી અને બીજા બે ભાઈઓ ગોરેગાંવથી આવી ગયા હતા. પાદરમાં ભાઈ-બહેનોએ સ્વાગત કર્યું. મુકામ ઉપર આવી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું. ઘણાં પરિચિત, અપરિચિત ભાઈ-બહેનો આવ્યા હતા. આખો દિવસ મુલાકાતીઓની લંગાર ચાલુ જ રહી હતી. બાલંભા, મોરબી અને સૌરાષ્ટ્રના ઘણા ભાઈ-બહેનો આવ્યાં હતાં. ખૂબ ભક્તિભાવથી વંદના કરતાં હતાં. અહીંના સંઘમાં બે પક્ષ જેવું છે. ૨૦૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું