________________
વિચાર કરવો કે પછી નિદા, કુટેવોને કાઢી નાખવી અને ગહન સુટેવોને ગ્રહણ કરવી. એક શેઠ પોતાની એક દીકરી માટે કાયમ ચિંતા કર્યા કરે. દીકરીને ક્યાં પરણાવીશું ? શું થશે ? શેઠાણી ઘણું સમજાવે પણ નિરાંત થાય જ નહિ. એક દિવસ શેઠાણીએ યુક્તિ કરી. તેને ઝેર પીવાનો ઢોંગ કયો. શેઠ કહે, પણ શું છે ? તો કહે, મને એક જયોતિષીએ કહ્યું કે તમને સાત દીકરીઓ થશે એટલે ચૌદ સુવાવડો થશે. હું કેવી રીતે જીવી શકે ? એ બધાંને કેવી રીતે પાળી શકું ? ખાવાનું, પીવાનું, નવડાવવાનું - હું તો થાકી જાઉં. હવે મારે જીવીને શું કરવું છે ? શેઠ કહે : એ ખોટી વાત છે. એવું તો કંઈ બનતું હશે ? અને બને તોય આજથી શાની ચિંતા કરે છે ? તો તમે આ એક નાની છોકરી છે તેની આટલી બધી ચિંતા કરો છો તે ? શેઠ સમજી ગયા. હવે નહીં કરું. તા. ૧૨ થી ૧૫-૬-૫૮ : અંધેરી
ચાંદીવલી ફાર્મથી વિહાર કરી આજે અંધેરી આવ્યા. નિવાસ દામોદરદાસ કરસનદાસને બંગલે રાખ્યો. અંતર ત્રણ માઈલ હશે. ઠેકાણું બજાજ રોડ, બ્રાહ્મણપુરી નાકે, રાજસ્થાન સોસાયટી, બસ સ્ટેન્ડ અને પોસ્ટ ઑફિસ પાસે. દામોદરભાઈ ધોળકા પાસે ત્રાંસદના વતની છે. રંભાબહેનનું પ્રેમપૂર્વકનું આમંત્રણ હોવાથી અને અંધેરીના સંઘના આગેવાનોના આગ્રહથી ચાર દિવસનો કાર્યક્રમ ગોઠવ્યો. સવારે જ ખાદીભવનવાળા જેરાજાણીકાકા અને કાર્યકરો મહારાજશ્રીને મળવા આવ્યા. તેમણે ખાદીના વેચાણના આંકડા આપ્યા. ભવનોની સ્થિતિનો ખ્યાલ આપ્યો. દિલ્હી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ ભવનો સુધાર્યા છે. ખાદીવેચાણની કળાની કેટલીક વિગતો પણ તેમણે કહી. રાષ્ટ્રપતિની મદદ સારી છે. લશ્કરી અધિકારીઓ, પરદેશીઓ બીજે ખાદી વાપરે છે. એમનાથી પ્રચાર થાય છે. પ્રદર્શનો પાછળ ૧૫ થી ૨૦ લાખ રૂપિયા ખર્ચ કરે છે. પછી તેમણે વિનોબાજીને આપ મળ્યા કેમ નહિ? ને મહારાષ્ટ્રના અનુભવો વિશે પૂછ્યું. મહારાજશ્રીએ એના ખુલાસાવાર જવાબો આપ્યા. બહુ પ્રેમથી છૂટા પડ્યા. ત્યારબાદ વિલે પાલથી જાણીતાં સેવિકા મણિબહેન નાણાવટી અને એમનાં બહેન આવ્યાં હતાં. તેમણે કોંગ્રેસીઓની ત્રુટિઓ અને સરકારની ઢીલાશ અંગે કેટલીક વાતો કરી.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૨૦૫