________________
ખાનદેશ જિલ્લાનું પ્રથમ ગામ ભડભૂંજા આવ્યું. બધી વસ્તી આદિવાસીઓની છે. એ ભાઈઓએ મહારાજશ્રીનું ભજન મંડળી સાથે હાર્દિક સ્વાગત કર્યું. એ લોકો મહારાજશ્રીના ચરણોમાં માથું મૂકીને વંદન કરતા હતા. સંતો પ્રત્યે આદર દર્શાવતી આ સંસ્કૃતિ ઊંડા જંગલોમાં પણ ભરી પડી છે. અમારા નિવાસ આગળ સુંદર મંડપ તૈયાર કર્યો છે. બપો૨ના જાહેરસભા રાખી હતી. તેમાં આદિવાસી ભાઈ-બહેનોએ અને આજુબાજુની શાળાનાં બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શાળાઓમાં આ બાજુ મરાઠી ભાષામાં શિક્ષણ અપાય છે. જોકે આદિવાસીઓની બોલી જુદી હોય છે. સભામાં પ્રથમ આદિવાસી ભાઈઓના કયા-કયા પ્રશ્નો હોય છે, કઈ સગવડો છે તેની ચર્ચા થઈ હતી. ત્યારબાદ મહારાજશ્રીએ જે પ્રવચન કર્યું તેનો નવાપુરના અગ્રણી વેપારી અને કાર્યકર (જે અમારી સાથે પ્રવાસમાં હતાં તેમણે) અને આ વિભાગના આદિવાસી કૉંગ્રેસી ધારાસભ્ય ભીલી ભાષામાં તરજૂમો કરી બતાવ્યો હતો.
ભડભૂંજાથી નવાપુર આવ્યા. નવાપુરના નાગરિકો તથા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. નવાપુર તાલુકાનું ગામ છે, વેપારનું મથક છે. અહીં આવીએ એટલે લાગે કે અમે ગુજરાતમાં જ વસીએ છીએ. ભાષા ગુજરાતી છે. મુંબઈના ત્રણ રાજ્યો થાય તો આ તાલુકાની પ્રજાએ પોતાને ગુજરાત સાથે જોડી દેવાની માગણી કરી હતી.
અહીંના બે દિવસના નિવાસ દરમ્યાન ભરચક કાર્યક્રમ રહ્યો. બપોરે વેપારીની સભા રાખી હતી. તેમાં અનેક પ્રશ્નોની ચર્ચા થઈ. તેમાં મહારાજશ્રીએ મઢીના વેપારીનો દાખલો આપી અહીંના વેપારીઓ પણ દારૂ માટેનો ગોળ ન વેચે તેવી વિનંતી કરી, જે વેપારીઓએ સહર્ષ સ્વીકારી અને એવો ગોળ નહીં વેચવાનો ઠરાવ કર્યો.
રાત્રે જાહેરસભામાં બહુ મોટી મેદની જામી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ ‘આત્મવત્ સર્વ ભૂતેષુ'ની રહી છે. આપણે માનવજાતને જ નહીં પણ પ્રાણીમાત્રને પોતાના માન્યાં છે. તેમ છતાં આજે જુદાઈ દેખાઈ રહી છે. તેનાં કારણો આપણે તપાસવાં જોઈએ. ભજકલદાર અને ભજસત્તાકમ્નો રોગ આના મૂળમાં છે. એ રોગને ધર્મ જ દૂર કરી શકશે. મહારાષ્ટ્ર અને ગુજરાત એક ભારતનાં અંગ છે. તેમાં વસતી પ્રજા એક પિતાનો પરિવાર છે. એકમાં વીરતા છે તો બીજામાં દીર્ઘદષ્ટિવાળી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૭૯