________________
મંડળીઓ સારી ચાલશે. એ નહિ હોય તો લોકો સમજાવશે કે આ બધા કાર્યકરો તમારે પૈસે મોજ-શોખ કરે છે. મોટરોમાં ફરે છે. આમ જો તમે ભળ્યા તો તમારી મંડળીઓ તૂટી જશે. અને પેલા શ્રીમંતો આવી જશે. જે લોકો સેવા કરશે તેમને આગળનું સ્થાન મળશે. મકનજીબાબા તમારામાંના છે. તેઓ આ પ્રદેશમાં હોય ત્યાં સુધી વાહન વાપરતા નથી તેથી તેમની સારી છાપ પડે છે.
આ બાજુ લોકો ચા પીવે છે પણ દૂધ વગરની પીવે છે. કામદારો ઠંડીથી બચવા રાત્રે ધૂણી સળગાવીને બહાર ખુલ્લામાં સૂઈ રહે છે. બીજું કંઈ ઓઢવાનું હોતું નથી. કેટલાંક ઘાસના ઝૂપડામાં પણ રહે છે. અમારા નિવાસની ચારે બાજુ ડુંગરા અને જંગલો દેખાય છે. અમારા નિવાસને જંગલમાં મળતી વસ્તુઓથી સુશોભન કરવામાં આવ્યો હતો. ઘાસના ઝૂંપડાને લીંપી, ગૂંપીને સુવાક્યો લખ્યાં હતાં. શીમળાનાં ફૂલ અને પાંદડાંનાં તોરણો બાંધ્યા હતાં. લોકોએ ભારે સ્વાગત કર્યું. તેમનાં ભજન, તેમનાં જંગલી વાજિંત્રો એમના ઢબે વગાડતાં વગાડતાં સરઘસાકાર આવ્યા. કાથોડીયાનાં વાજિંત્ર જુદાં, વસાવવાના જુદાં, ગામીતનાં જુદાં. આમ અનેકવિધ મંડળીઓ ભેગી થઈ હતી. દરેક જંગલ મંડળીનાં બહેનો પણ આવ્યાં હતાં.
નિવાસે આવ્યા પછી સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. ત્યાં મહારાજશ્રીએ કહ્યું કે તમને જોઈને આનંદ થાય છે. તમારું કામ ખોટી થયું તેનો મનમાં રંજ થાય પણ બીજી રીતે રસ પણ લૂંટી રહ્યા છો. આપણા દેશની પરંપરા છે કે કોઈ સાધુ સંત આવે તો આનંદ થાય છે. ગાંધીજીની જય બોલાવીએ છીએ તેનું કારણ એ છે કે તેમણે ઘણાં સારાં કાર્યો કર્યા. તમો યજ્ઞ કરી રહ્યા છો. એક રીતે તો આ યજ્ઞથી જ ઊકાઈની યોજના થઈ તે તમારે આભારી છે. દેશને અન્ન મળશે, પાણી મળશે, તેથી તેમને શ્રમનો આનંદ થશે. એથી તમારી ભક્તિ જાગશે. તેમ તમારી ભાવના આ કામ સાથે હશે તો સુખી થવાશે. તમારું કામ આ ચોપડામાં ભલે ના લખાય પણ ભગવાનના ચોપડે જરૂર લખાશે. તમારી ગરીબી કેમ દૂર થાય અને તે પણ પ્રેમથી, હિંસાનો કે લોહીનો માર્ગ આપણે જોઈતો નથી. બધાંએ સાથે મળીને ગરીબી દૂર કરવાની છે. ભાલ નળકાંઠામાં જે કામ ચાલે છે તેમાં ગામડાંઓ બધા સહકારથી કેમ જીવે, બધાનું કલ્યાણ કેમ થાય તે જ એક કલ્પના છે. તમારી જુદી જુદી મંડળીઓનાં બૉર્ડ જોયાં. તમે જે વાજું વગાડ્યું સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭૩