________________
તેથી બીજાને પાગલપણું લાગશે પણ તમને તો આનંદ આવે છે. આપણે સૌ સાથે મળીને જીવીએ અને આનંદ કરીએ એ પ્રભુ પ્રાર્થના !
રાત્રે પ્રાર્થના બાદ મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ રાનીપરજ મજૂરોએ ગામીત, કાથડી, વસાવા વગેરે જુદાં જુદાં નૃત્યોનો કાર્યક્રમ થયો હતો. તેમના દરેકના અલગ અલગ વાજિંત્રો હોય છે અને વાજિંત્રો સાથે તેમના હાથપગ, શરીરના તાલ પડતા હોય છે. આ તેમની સંસ્કૃતિ છે.
તા. ૧૯-૧-૫૮ :
આજે સવારના માંડવી કૂપથી બારડોલી કૂપે નિવાસ કર્યો. મજૂરોએ ભજનમંડળી સાથે સ્વાગતની તૈયારી કરી હતી પણ અમે કાર્યક્રમ બદલીને બીજે ગયા. મુકામે આવીને જુદી જુદી મંડળીઓના કૂપે જઈ આવ્યા. જંગલોનું કાર્ટિંગ અને સફાઈકામ જોયું.
અહીં જે લાકડાં કપાય છે તેમાં મોટે ભાગે સાગ હોય છે. તેમાંથી ઇમારતી લાકડું બને છે. ડાળાં પાંખડાંનાં કોલસા બને છે. બીજાં સાદડ અને અન્ય વૃક્ષો હોય છે. તે પણ ઉપયોગી થાય છે. કેટલાંક ઇમારતમાં તેમજ કોલસામાં કોઈમાંય કામ આવતાં નથી ફક્ત બળતણમાં કામ આવે તેવાં હોય છે. વૃક્ષ કાપ્યા પછી તેની લંબાઈ અને માપસર ટૂકડા કાપવામાં આવે છે. તેને છોલીને ગોળ, ચોરસ બનાવે છે. કેટલાંક વજનદાર ઝાડો પડતાંની સાથે થડમાંથી ફાટી જાય છે. ચીરો પડે છે, કેટલીક વાર આગળ સુધી એ ચીરો વધે છે. દરેક વૃક્ષ કપાયા પછી તેના ઉપર નંબર પાડવામાં આવે છે અને જે થડ જમીન ઉપર રહે છે તેના ઉપર પણ નંબર પાડવામાં આવે છે. જેથી કાંઈ ગેરરીતિ થવાનો સંભવ ન રહે. સરકાર તરફથી આ પ્રમાણે યોજના થયેલ છે.
આજે અમારો પ્રવાસ માંડવી કૂપથી બારડોલી કૂપે આવ્યો. સવા૨ની વેળામાં જંગલમાં ફરી, લાકડાં, કોલસા કટિંગ વગેરે જોયું. લાંબી મંડળીના કામદારો સમક્ષ પ્રવચન કર્યું. બપોરના પાછા આવ્યા. બપોરે ત્રણ વાગે રાની૫૨જ સેવા સભાની જનરલ સભા હતી. તેમાં જુગતરામભાઈએ પ્રવચન કર્યું.
૧૭૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું