________________
હકીકતનો ઇન્કાર ન કરી શકાય એનું તમે દુ:ખ ન લગાડશો. વર્તમાનના ઇતિહાસને આપણે સુધારી શકીએ છીએ. સવારમાં હું આવ્યો ત્યારે તમારામાંના ભાઈએ કહ્યું, “અમે પાપી છીએ, અમોને ઉગારો.” પાપી જયારે પાપનો એકરાર કરે છે ત્યારે તે તેમાંથી બચી જાય છે. અહીં જે મતભેદનો દુ:ખદ પ્રસંગ છે તેનો બન્ને ભાઈઓ સાથે બેસી નિકાલ કરે. તળપદા ભાઈઓ પાસે જઈ આવ્યો. ગોવારી અંગે વાતો નથી થઈ પણ તેઓ અહીં સંમેલનમાં હાજર છે તેથી સંતોષ થયો.
આજે મુખ્ય પ્રથમ કોણ જીવશે? રામમૂર્તિએ કહ્યું, જીવો અને જીવવા દો. ગાંધીજીએ ગાય ઉપર વધારે વજન આપ્યું તેનો અર્થ એ નહીં કે ભેંસને છોડો, પણ બંનેને સાથે નહીં રાખી શકાય. પ્રથમ ગાયને જિવડાવવી પડશે. ઠરાવ આવશે, તેમાં ભૂલને લગતા ઠરાવ આવશે. ગોચર સિવાય ગાય કેવી રીતે જીવશે? રાજયના માણસો પણ હતા, કહે છે, મોરારજીભાઈ, ઢેબરભાઈ આને વિશે વિચારે છે. ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તેને સાફ કરીને, તમારી શક્તિનો ઉપયોગ થાય તેનો આપણે વિચાર કરવાનો છે. ઘેટાં, બકરાં હોય તે તે ગામે સમજીને ઓછાં કરે. સૌરાષ્ટ્રમાં તો એ લોકોએ ઠરાવ પણ કર્યો છે. એક વાતની તમને ચોખવટ કરવી જોઈએ. એક માણસ બે ધંધા નહિ કરી શકે, ગાય અને ખેતી બંને નહીં ચાલે. ઘણા લોકો બેકાર છે, તેમને પણ ધંધો આપવો પડશે. તમે ગાયો ઓછી કરો પણ વધારે દૂધ આપે, સારી ઓલાદ આપે, તે માટે કાળજી રાખો. મને નવલભાઈએ કહ્યું, ભૂરખીમાંથી સવા મણ પણ દૂધ ના મળ્યું. ટંકે શેર દૂધ આપે છે. પરદેશમાં ગાયો ટંકે ૩૦ શેર દૂધ આપતી હતી. એના માલિક કહેતા હતા. ત્રણ પેઢીથી ઓલાદ સુધારતો આવ્યો છું ત્યારે આ સ્થિતિએ આવ્યો. તમે પણ આ સુધારો કરો. ખેડૂતો પણ આપણા ભાઈઓ છે. તમો તેમની સાથે ઝઘડો નહિ, ભેલાણ ન કરો. કોર્ટ કચેરીએ ન જતાં લવાદથી ઝઘડો પતાવો. એક દિવસ લાકડીનો જમાનો હતો. કોઈ ખેડૂતોને મારી પણ નાખતા હતા. એ દિવસો હવે ગયા. હવે મહોબ્બતનો જમાનો છે. ખેડૂત જીવશે તો જ દેશનું કલ્યાણ થશે.
તમારા સામાજિક રિવાજો પણ સુધારવા પડશે. દિયરવટાનો જમાનો હતો. ભાભી એ તો માતા છે. ધણી મરી જાય ત્યારે કેટલીક માતાઓ દીકરીના પૈસા લઈને બીજે વળાવે છે. ત્રીજી વાત બાળલગ્નની છે. એક સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૧૯