________________
રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨, ૩-૧૨-પ૭ : આમોદ
જંબુસરથી આમોદ આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નવલભાઈના એક સંબંધીને ત્યાં રાખ્યો હતો. નવલભાઈ સાથે જ હતા. ગામલોકોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું. બપોરના ૩ થી ૪ હાઈસ્કૂલમાં સભા રાખી હતી.
રાત્રે જાહેરસભામાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. ગુંદી આશ્રમમાં કામ કરતા ઘણા ભાઈ-બહેનો આ ગામના છે. તા. ૪, ૫-૧૨-૫૭ : તણછા
આમોદથી નીકળી તણછા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો ચંદુભા રાજના મેડા પર રાખ્યો હતો. લલિતાબેન અને નવલભાઈ સાથે આવ્યા હતા. આગેવાનોએ સ્વાગત કર્યું.
બપોરના બહેનોની સભા રાખી હતી. આજે સહકારી મંડળી તરફથી બંધાયેલ ગોડાઉનનું ઉદ્દઘાટન હતું. તેમાં ચંદુભાઈના પ્રાથમિક પ્રવચન બાદ મહારાજશ્રીએ સહકારી પ્રવૃત્તિ ને ગામડાંઓ વિશે પ્રેરક પ્રવચન કર્યું હતું.
રાત્રે જાહેરસભા થઈ. તેમાં ગ્રામસંગઠન અને નગદ ધર્મ વિશે કહ્યું હતું.
રાટો ચંદુભા સાથે તેમના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવા એકાદ કલાક બેઠા હતા. ચંદુભા હવે રાજકારણમાંથી નિવૃત્ત થઈ સવદયી જીવન જીવવા માગે છે. મહારાજે કહ્યું કે નિરાશામાંથી આ વૈરાગ આવ્યો હોય તો આગળ જતાં નિષ્ફળતામાં પરિણમશે અને પાછું રાજકારણ આવી જવાનું. જે કરો તે સમજણપૂર્વક કરો. ગામડાનું હિત કરવું હોય તો રાજ વગર ચાલવાનું નથી એટલે યોજનાબદ્ધ કામ કરવું જોઈએ. તા. ૬-૧૨-પ૭ : કેલોદ
તણછાથી અમે સડકે સડકે કેલોદ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. રેલવે સડક પણ સાથે જ ચાલે છે. કેલોદ સ્ટેશન નથી પણ પાટિયું છે. ગામલોકોએ ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. ઉતારો મહાદેવની જગ્યામાં
૧૩૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું