________________
રાટો પ્રાર્થના પછી મહારાજશ્રીએ હિન્દી ભાષામાં પ્રવચન કર્યું હતું. પ્રશ્નોના જવાબ બહુ રમુજી અને માર્મિક રીતે આપ્યા હતા. શ્રોતાઓને બહુ આનંદ થયો. હિન્દીમાં પ્રવચન આપવાનું કારણ એ હતું કે બોરડી તરફના અધ્યાપન મંદિરના શિક્ષકો અહીં આવેલા તેઓ બધા મરાઠીભાષી તેથી હિન્દી ભાષા જાણતા હતા. બીજી એક શાળાના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તા. ૨, ૩-૧-૫૮ : બાજીપરા
રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તેમાં અંબુભાઈએ અને પછી મહારાજશ્રીએ કહ્યું હતું. તા. ૪-૧-૫૮ : મઢી આશ્રમ
બાજીપરાથી મઢી આશ્રમ આવ્યા. અમારી સાથે બે ભાઈઓ આવ્યા હતા. મઢી આશ્રમની બહેનો ઘણે દૂર સુધી ભજનો ગાતી સામે આવી હતી. સૌ સવારે સરઘસાકારે સ્યાદલા ગામમાં થઈને મઢી આશ્રમમાં આવ્યાં. સ્યાદલામાં મોરારભાઈ કરીને એક ભાઈ હતા. તેઓએ લડત વખતે પોતાની બધી જમીન છોડી દીધી હતી. તેઓ અને તેમનું કુટુંબ જેલમાં ગયું હતું. જોકે પછી અમુક વરસો પછી જમીન પાછી મળી ગઈ હતી. તેમને ઘેર જઈ આવ્યા. તેમના કુટુંબને મળ્યા. આ ગામમાં રામ-કબીર પંથને માનનારા ભક્ત પાટીદારો વસે છે, ખેતી કરે છે.
મઢી આશ્રમમાં આવતાં આશ્રમની બાળાઓએ દરવાજે સ્વાગત કર્યું હતું. મઢી આશ્રમમાં બે છાત્રાલયો છે. ૪૦-૪૦ બહેનોની સંખ્યા છે. એક સ્કૂલ બૉર્ડ તરફથી ચાલે છે, બીજું રાનીપરજ સેવા સભા તરફથી ચાલે છે. શાળા પણ સ્કૂલ બૉર્ડ તરફથી ચાલે છે. બહેનો સફાઈ, રસોઈ, કાંતણ, સંસ્કાર વગેરે કામ હાથે કરે છે. તા. ૫-૧-૫૮ : મઢી વાત્સલ્યધામ
મઢી આશ્રમથી નીકળી મઢી વાત્સલ્યધામ આવ્યા. અન્નપૂર્ણાબહેન અને વસંતબહેન સાથે આવ્યાં હતાં. ગામમાં બાળવાડી જોતા આવ્યા. આ ગામની કેટલીક બહેનો સણોસરા અભ્યાસ કરે છે. વચ્ચે બે નદીનો નાનો સંગમ આવે છે. અમે એ ઓળંગીને સામે કાંઠે ગયા. ત્યાં વાત્સલ્યધામની બહેનો સ્વાગત માટે રાહ જોઈને ઊભી હતી. બહેનો મંજિરા અને તબલાં સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૬૫