________________
જોકે છેવટે ચાલી ગયું. મીરાંબહેનને ચાંચડે સારી રીતે હેરાન કર્યાં; આખી રાત બૂમો પાડતાં રહ્યાં. આ પ્રસંગ અમારે માટે યાદગાર બની રહેશે.
તા. ૧૨, ૧૩, ૧૪-૧-૫૮ : વ્યારા
બોરખઢીથી વ્યારા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. આગેવાનોએ અમારું સ્વાગત કર્યું. રસ્તામાં જૈનોનાં ઘર આવ્યાં. ત્યાં સંખ્યાબંધ બહેનોએ જૈન વિધિ પ્રમાણે (ઘટુલી) ઠે૨ ઠેર પૂજન વિધિ, સ્વાગત કર્યું.
બપોરે ૨-૩૦ થી ૩-૩૦ વેપારીઓની મિટિંગ રાખી હતી. મઢીના વેપારીઓ પણ આવ્યા હતા. પ્રથમ જ વેપારીઓએ જકાત બાબત એકબીજા ઉપર આક્રોશ કરવા માંડ્યા પણ મહારાજશ્રીએ કહ્યું, દરેક પોતાનાં મંતવ્ય રજૂ કરે, આક્ષેપ ન કરે. મ્યુ. ચિફ ઑફિસરે ભેળસેળ અંગે ફરિયાદ કરી. ચર્ચાઓને અંતે લાગ્યું કે વેપારી વર્ગ અને મ્યુનિ. વચ્ચે ઘણો મોટો ઝઘડો છે. બંને વચ્ચે અસંતોષ છે. તે દૂર કરવા માટે બન્ને પક્ષો સાથે મળી નિકાલ કરે તેમ સલાહ આપી. ઝઘડો કરવો નહિ. વેચવા પણ ભલામણ કરી.
બપોરે ૩ થી ૪ અહીંની હાઈસ્કૂલમાં વાર્તાલાપ યોજાયો હતો. ૭૦૦ની સંખ્યા હતી.
પ્રવચન પછી ગામના મુખ્ય કાર્યકરો, વેપારીઓ અને નગરજનોની એક મિટિંગ ઉપાશ્રયમાં મળી હતી. ખાસ કરીને વેપારીઓ અને સુધરાઈ વચ્ચે જે ઘર્ષણ ચાલે છે તે કેમ કરીને અટકે, તેનો રસ્તો કાઢવા મળ્યા હતા. મુખ્ય કાર્યકર ઝીણાભાઈ દરજી અને અંબુભાઈ પણ હાજર રહ્યા હતા. બન્નેએ સારું માર્ગદર્શન આપ્યું. છેવટે અંત સારો આવ્યો. સાત માણસોની એક કિમિટ નીમી છે. તેનાં ધારા-ધોરણ ઘડી, એક મંડળની રચના કરશે, તે બધા સાથે મળી વહીવટ ચલાવશે. ઝીણાભાઈ કૉંગ્રેસના સાચા ભક્ત છે. તેમણે કહ્યું, શહે૨ના પ્રશ્નોમાં અમે કદાચ બહુ નહિ પડીએ, પણ ગામડાંના ગણોતિયાના અને બીજા પ્રશ્નો અમે નહિ છોડી શકીએ.
તા. ૧૪-૧૫ :
આજે ઉપાશ્રયમાંથી નીકળી સહકારી જિનમાં આવ્યા. વહેલી સવારના જ આદિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં આવી ગયા હતા. બે સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૯