________________
બુદ્ધિને કસીને ચાલે છે એટલે કેટલાક જૈનો તેમની ટીકા કરે છે. એ ઉપરાંત બીજું તેઓ દેશના જાહેર જીવન વિશે વિચાર કરનારા રચનાત્મક કામ કરનારા પોતે છે. પોતાને એવી પ્રવૃત્તિ તરફ રસ છે એવા સ્થાનોએ જાય છે. ભાલ નળકાંઠા વિરમગામ તરફ તેમનું કાર્યક્ષેત્ર છે. નવલભાઈ અહીં આવે છે એટલે કેટલુંક જાણીએ છીએ. ત્યાંની પ્રજાના ગુણદોષ જોઈને તેમને માર્ગદર્શન આપે છે. આપણી પ્રવૃત્તિની જેમ સહકારી પ્રવૃત્તિમાં રસ લે છે. ત્યાંની સુંદર સહકારી પ્રવૃત્તિઓ ચાલે છે. તેમણે સુંદર કાર્યકરો ઘડ્યા છે. તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક કામો પણ કરે છે. મુનિશ્રીનો પરિચય એક કાર્યકર તરીકે, એક નેતા તરીકે પણ કરી શકીએ એમ છતાં એમની ધાર્મિકતા અને પ્રજાના જીવનમાં ધર્મ જવો જોઈએ એમ તેઓ માને છે. મુનિજીની એ વસ્તુ આપણા કોઈકમાં ઊતરે તો આપણું કામ તેજસ્વી બનાવી શકીએ. ધર્મ વગરનું કામ ગમે તેટલું મોટું હોય પણ તેજ નહીં આવે. હમણાં અમે વાતો કરતા હતા. જાણીએ તો કામ વધારે થાય. ઘણાં વધારે મળે. અમારી સલાહ લે પછી અમે ટીકા કરીએ પણ એને જોનારો કોઈ છે કે નહિ ? સત્યની ખેવના નહિ કરીએ તો કામ થશે પણ તેજ નહીં આવે. મુનિજી જે ઢબે કામ કરી રહ્યા છે તેમાં કાર્યકર્તા અને પ્રજાની અંદર ધાર્મિકતા છે તે પોતાનામાં પ્રગટે તેવો તેમનો પ્રયત્ન છે. વિનોબાજી જુદી રીતે કહે છે કે વિચારો સ્પષ્ટ થવા જોઈએ. બાપુજી પણ એ જ કહેતા હતા. અમારાથી જ થાય, અમારાથી બધું તૂટી પડે તોપણ આ થાય જ નહિ એ વિચાર ધર્મમાં પડેલા છે. મુનિજી આવું બધું ધ્યાન રાખે છે. નીતિ નથી હોતી તો ફિક્કાપણું લાગે છે એને સાર્વજનિક કામ તો કહેવાય જ કેમ ? આવા ધર્મબુદ્ધિવાળા વિચારો ફેલાવનાર મુનિજીનું આપણે સ્વાગત કરીએ અને આશા રાખીએ કે તે આપણને આ વસ્તુ સમજાવે. ક્યાંના જન્મેલા અને ક્યાં ભણેલા એઓનો શું પરિચય આપવાનો હોય ?
સંમેલન ૧૦-૩૦ વાગ્યે પૂરું થયું હતું. જિલ્લાનાં ભાઈ-બહેનો મોટી સંખ્યામાં આવ્યાં હતાં. ભૂદાન કાર્યકરો, સર્વોદયી, હરિજન સેવક મંડળ, નઈ તાલીમ રાનીપરજ સેવાસભા વગેરેના ભાઈઓ-બહેનો આવ્યા હતા. બપોરના જમીને મોટા ભાગના કાર્યકરો રવાના થયાં.
બપોરે ૩ થી સાડા ચાર સુધી મહારાજશ્રીએ નઈ તાલીમ વિશે આશ્રમવાસીઓ ટ્રેનિંગ કૉલેજના શિક્ષકો, બો૨ડી તરફના અધ્યાપન મંદિરના શિક્ષકોને પ્રવચન આપ્યું હતું.
૧૬૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું