________________
હતો એટલે એક માસ અપાયો અને આશ્રમોમાં આપ આવી ગયાં તેથી બહુ સંતોષ થયો. આશ્રમી જીવન એ અદ્ભુત જીવન છે. એ જીવનનો ભારત વર્ષમાં રસ હતો અને રહ્યા કર્યો છે. તપ અને ત્યાગમાં મધુરતા છે. એમાં જિજ્ઞાસા જોઈએ. જે તત્ત્વમાં આનંદ છે તે મેળવવામાં એનો સંસ્કાર બાળપણથી આપણને આપવામાં આવે છે. હમણાં પંડિતજી બોલ્યા કે હજારો વર્ષથી આ સમૃદ્ધિ ચાલી આવી છે. મન કરતાં પ્રાણ અને પ્રાણ કરતાં આત્માનું મહત્ત્વ વધારે છે. એ આત્માને માટે માણસ બલિદાન આપવા તૈયાર થાય છે એવી આ દેશની ભૂમિ છે. બાપુએ આપણને ઘણું આપ્યું છે. અમે (સાધુ-સંતો) તો ઊંઘી ગયા હતા. તેમણે જગાડ્યા, તેમણે કહ્યું, ધર્મનું સ્થાન માત્ર મંદિર કે દેવળમાં નથી પણ ધર્મનું સ્થાન આચારમાં છે. જીવનમાં એ સમાજ વ્યવસ્થિત રહે એ પણ જોવું જોઈએ. તમો આશ્રમમાં રહીને એ તત્ત્વને જીવાડવા મથી રહ્યા છો. આશ્રમ ઉપર લોકોની બહુ મોટી આશા છે. આશ્રમની જૂની કલ્પના બદલાઈ ગઈ છે પણ હવે જનતા-જનાર્દનની સેવા એ જ સાચું આશ્રમજીવન છે.
આજે મુખ્ય સવાલ એ છે કે બાપુએ સર્વાંગી દૃષ્ટિ લઈને, તપ, ત્યાગની દૃષ્ટિ વિકસાવી છે. આપણે જો સર્વાંગી નહીં રહીએ, કોઈ અંગને છોડી દઈશું તો બુરા પ્રત્યાઘાત પડશે. વાલ્મિકી, વશિષ્ઠ વનમાં રહેતા હોય, એક અયોધ્યામાં રહેતા હોય તો પણ જનતાના પ્રશ્નોમાં રસ લેતા અને જનતાના સવાલો દેશ અને દુનિયાને અસર કરે છે. અને દુનિયાને દેશના સવાલો વ્યક્તિને અસર કરે છે એટલે રાજકારણ, અર્થકારણ અને ધર્મકા૨ણ, સમાજકારણ એ બધાં ખંડોનો અભ્યાસ કરીને કેમ સંકલના રહે તે પણ આપણે વિચારવું છે. તમો બધાં આશ્રમવાસીઓને પ્રત્યક્ષ મળેથી ખૂબ આનંદ થાય છે.
અમારા નિવાસના બે દિવસો દરમ્યાન આખા જિલ્લાનાં બધા જ કાર્યકરો લાભ લઈ શકે તે માટે જુગતરામભાઈએ એક સંમેલન ગોઠવ્યું હતું. તેમાં સૂરત જિલ્લાનો નઈ તાલીમ સંઘ, સર્વોદય યોજના, સધન યોજના, ભૂદાન કાર્યકરો રાનીપરજ સેવા સમાજના બધાં કાર્યકરો, શિક્ષકો, હરિજન સેવક સંઘ વગેરે બધાં જ રચનાત્મક કાર્ય કરતી સંસ્થાઓને આમંત્ર્યાં હતાં. બધાંને જમવાનું તદ્દન સાદું. ભાખરી, દાળ, ભાત, તેલ, ધી કંઈ નહિ. બાફેલું, મોળું શાક આ પ્રમાણે હતી. અહીં આશ્રમમાં કાયમ આ ખોરાક હોય છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૬૨