________________
મામલતદા૨ વગેરે પણ આવ્યા હતા. બહુ પ્રેમથી સૌ છૂટા પડ્યા. અંતર સાત માઈલ હશે, ઉતા૨ો એક વ્યાપારી ભાઈને ત્યાં રાખ્યો હતો. વચ્ચે ચીકવાડ ગામે થોડું રહ્યા હતા. અમારી સાથે હરિજન છાત્રાલય, બારડોલીના ગૃહપતિ જે ચીકવાડના જ વતની છે તે આવ્યા હતા એટલે હરિજનવાસમાં તેમને ઘેર થોડો વખત રહ્યા હતા. બહેનો, બાળકો સંસ્કારી લાગ્યાં. તેમને માંસાહાર છોડવા કહ્યું.
આ હિરજનભાઈ તથા ઝવેરભાઈ અને બીજા હરિજનો સેજવાડ સુધી સાથે આવ્યા. અહીંના વણિકભાઈઓએ કંઈ અસ્પૃશ્યતા ન રાખી. બીજા હરિજનો ગયા પછી ઝવેરભાઈ રોકાયા હતા. તેમનું જમવાનું અમારી સાથે જ નગીનભાઈ સાથે વણિકભાઈને ત્યાં બિલકુલ સંકોચ વગર ઠેઠ રસોડામાં રાખ્યું હતું. અહીંના વણિકો નીતિવાળા લાગ્યા. તે લોકો ગણોતિયાનું બિલકુલ વ્યાજ લેતા નથી. એટલું જ નહિ, પરાણે જમીનો પણ ઘરખેડમાં લીધી નથી.
મનુભાઈ પંડિત અને બીજા શિક્ષક વાત્સલ્યધામની કેટલીક બાળાઓને લઈને મહારાજશ્રીનાં દર્શને આવ્યાં હતાં. તેમની સાથે મેં કેટલીક વાતો કરી હતી. બહારગામના લોકો પણ આવેલા એટલે અડધો કલાક મહારાજશ્રીએ બધાંની સાથે વાતો કરી હતી.
બહેનો અને બાળકોએ રાત્રે પ્રચાર સરઘસ કાઢ્યું હતું. બપો૨ના અઢીથી સાડા ત્રણ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વાલીઓની સભા રાખી હતી. તેમાં મહારાજશ્રીએ બાળકોને ભણતાં કોઈપણ એક ધંધો શીખી લેવા, બે એકડે અગિયાર કેમ નથી તે રીતે વર્તવા મતલબ કે સંપ-સહકારથી રહેવા, વડીલોને માન આપવા અને વિનય, સિદ્ધાંત અંગે કહ્યું હતું. ત્યારબાદ અહીંનું વિદ્યાર્થી મંડળ મહારાજશ્રીના પરિચયમાં છે. સારા સિદ્ધાંતો ધરાવે છે. મહાગુજરાત વખતે વિદ્યાર્થીઓ તોફાનોનો નહિ પણ દ્વિભાષીને ટેકો આપ્યો હતો.
તા. ૩૦-૧૨-૫૭ : વાલોડ (અહીંની નોંધ અધૂરી મળે છે.)
છાત્રાલયમાં વાલોડના નાગરિકોની સભા થઈ હતી. તેમાં રસિક પ્રશ્નોત્તરી થઈ હતી. રાજકારણ દરેક ક્ષેત્રમાં અસર ન કરે તે માટે રચનાત્મક કામો વધા૨ી પ્રે૨ક પૂરક બળ ઉમેરવું જોઈએ. લોકોને સંતોષ થયો.
૧૬૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું