________________
રાખ્યો હતો. આવીને પ્રાસંગિક કહ્યું હતું. અહીં ફૂલજીભાઈ ડાભી (જવારજવાળા) આવ્યા હતા. ખાસ કરીને રસિકભાઈનો કાયમી ગણોતિયા અંગે અને પટધારકો અંગે જે પત્ર આવ્યો હતો તે અંગે આવ્યા હતા. તેમનું અને અંબુભાઈનું માનવું એવું હતું કે રસિકભાઈની જે ભાવના છે તેને ન્યાયની કોર્ટ બર નહિ આવવા દે. એટલે કાયદાની પેટાકલમમાં પટનો ઘટાડાનો સુધારો કરવો જોઈએ અને જે જમીન ગણોતિયો તેના બાપના વખતથી એ જ જમીન ખેડતો હોય તો તેને કાયમી ગણવો. આ જાતનો ભલામણ પત્ર રસિકભાઈ ઉ૫૨નો લઈને તેઓ મુંબઈ ગયા.
બપો૨ના ગોપાલભાઈને ત્યાં થોડાક આગેવાન ભાઈઓ એકત્ર થયા હતા. ત્યાં મહારાજશ્રી અને ફૂલજીભાઈ પણ ગયા હતા અને સહકારી પ્રવૃત્તિ અંગે વાતો કરી હતી. તેમણે એક મુશ્કેલી એ કહી કે કેલોદમાં ભરૂચ જિલ્લાની જિનિંગ એન્ડ પ્રેસીંગ કરાવી લે છે, તેનો કાંટો સમની ગામે લોકોની સવલત માટે મૂક્યો છે. હવે આમોદ સહકારી જિનવાળાએ વાંધો ઊઠાવ્યો છે કે પંદ૨ માઈલના એરિયાની અંદર બીજી કોઈ સહકારી જિનની પ્રવૃત્તિ કરી શકે નહિ. એ અન્વયે સહકારી ખાતાએ અમારું કામ બંધ કર્યું છે. અમારી મંડળી પહેલી રજિસ્ટર થઈ છે. તેના બાયલૉઝ પણ ભરૂચ જિલ્લા પૂરતા છે. ત્યાં તેમને પરમીટ શા માટે આપી ? ખરી રીતે એ જિન થતું હતું ત્યારે જ કેલોદવાળાઓએ વાંધો લેવો જોઈતો હતો. બીજી વાત એ કરી કે અમારા લેવલના માલ ઉપર પણ સહકારી સંઘ ઑક્ટ્રોય અને સુ૫૨વાઈઝ૨ ચાર્જ લે છે એટલે બહુ મોટી રકમ આપવી પડે છે.
ચર્ચામાં એ વસ્તુ આવી કે સહકારી પ્રવૃત્તિ એ ગામડાની પ્રવૃત્તિ છે અને આખા ગુજરાતના ગામડાંનાં સંગઠન સાધી, સાથે અવાજ ઉઠાવવો જોઈએ. ગ્રામસંગઠન વગર ગામડાંના કોઈ પ્રશ્ન ઉકલવાના નથી એ વાત બધાંને સમજાય છે.
ગોપાલભાઈ બી.એ.,એલ.એલ.બી. વકીલ છે. મુંબઈ પ્રેક્ટીસ હતી પણ ગણોતધારાને લીધે પોતાની જમીન ૨૦૦ વીઘા છે તેની સંભાળ માટે ગામમાં રહેવા આવ્યા છે. તેઓ સમજુ અને હોંશિયાર વ્યક્તિ છે. ગામડાંના પ્રશ્નોમાં રસ ધરાવે છે. તેઓ સહકારી મંડળીના ચૅરમેન ભરૂચ કો.ઓ. બેંકમાં ડિરેક્ટર અને ડેરોલ સહકારી જનતાના પ્રમુખ છે. તેઓએ મહારાજશ્રીના કાર્યોમાં ઘણો રસ જગાડ્યો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૩