________________
નીચો કછોટો વાળે છે અને કબજો પહેરે છે. દારૂની બદીનો પાર નથી પણ એ લોકો સ્વભાવે બહુ તોફાની નથી એટલે ઝઘડા ઓછા કરે છે.
હળપતિઓને પોતાના સ્વતંત્ર મકાન બહુ ઓછા હોય છે પણ હવે કાર્યકરોએ સરકાર પાસેથી પડતર જમીનો અપાવી તેમને વસાવવા સારો એવો પ્રયત્ન કર્યો છે.
બારડોલી તાલુકામાં ૧૯૨૮માં થયેલ કિસાન સત્યાગ્રહની લડત વખતે ખેડૂતોએ આપેલા ભોગની વિગતો સાંભળી. વરાડમાં છીતાભાઈ, ભીખાભાઈ અને સ્યાદલામાં મોરારભાઈના ઘરની મુલાકાત લીધી હતી. આ ખેડૂતોએ લડતમાં પોતાની જમીન, ઘરબાર બધું છોડ્યું હતું પણ સરદારના પ્રયત્નથી સાત વર્ષ પછી તેમને જમીન વગેરે માનભેર પાછું સોંપવામાં આવેલું.
જિલ્લામાં જુવાર અને કપાસનો પાક સુંદર થાય છે. ડાંગર પણ થાય છે. જો જમીનનો પ્રશ્ન યોગ્ય રીતે પતી જાય તો આખા જિલ્લામાં સુંદર કામ થઈ શકે. આ વાતો મહારાજશ્રીએ ઠેર ઠેર જણાવી હતી. કેટલીક જગ્યાએ અમે ગુજરાતી શાળાઓ જોઈ. એ શાળાના કંપાઉન્ડમાં સુંદર બગીચા હતા. શાળાની ભીંતોએ બૉર્ડ બનાવી કલાત્મક રીતે ઉપયોગી એવા સુવિચારો અને સમાચારો લખેલા હતા. શિક્ષકોની અભિરુચિ વગર આ શક્ય ન બને. આ જોઈને ઘણો આનંદ થયો. તા. ૧૯, ૨૦-૧૨-૫૩ : ઝંખવાવ
ઇસંડપુરથી જંગલ મંડળીનું કામ જોઈ અમે ઝંખવાવ આવી ગયા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો જંગલ મંડળની ઑફિસમાં રાખ્યો હતો.
સાંજે બાલંભાના મહારાજશ્રીના પરિચિત કેટલાક ભાઈઓ કોસંબાથી વાહન લઈને મળવા આવ્યા હતા. તેમણે બહુ ભક્તિ બતાવી મહારાજશ્રીના પગે સાકર, શ્રીફળ ધરાવ્યાં. તેમને પ્રેમથી સમજાવ્યા. મહારાજશ્રીને આ બધું ન ગમે. રાત્રે પ્રવચન પછી તેઓ ગયા. તા. ૨૧-૧૨-૫૭ : દેવગઢ
ઝંખવાવથી દેવગઢ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો સર્વોદય આશ્રમમાં રાખ્યો હતો. મકનજીબાબા જે આ પ્રદેશના જૂના ગાંધીવાદી કાર્યકર છે તેઓ અમારી સાથે હતા. રસ્તે તેમણે રાનીપરજ કોમનો ઇતિહાસ અને આ બાજુની પ્રવૃત્તિની વિગતો કહી. ૧૫૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું