________________
સવારના સાડા સાત વાગે નીકળી ફરી પાછા આશ્રમમાં આવી ગયા હતા. મુંબઈ સરકારના મંત્રી શ્રી દહેજિયા કામ પ્રસંગે આવેલા. તેઓ આશ્રમમાં આવતાં મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેઓ સૂરતના વતની છે. આજે નવસારીથી કેટલાંક ભાઈ-બહેનો (જે કડોદનાં વતની છે) મળવા આવ્યાં હતાં. નંદરબારથી બે ભાઈઓ નંદરબારનો કાર્યક્રમ વિચારવા આવી ગયા. વાડીભાઈ, ગાંધી વગેરે બપોરે જવા નીકળ્યા.
સવારે અહીંનું સહકારી ખાંડનું કારખાનું જોવા ગયા. ૮૦૦ ટન શેરડી પીલી શકે તેટલી કેપેસિટી છે. હાલ તો ૨૫૦ થી ૩૦૦ ટન માલ આવે છે. કારખાનાની અંદર શેરડી નાખવા માટે બાંધેલી પાંચેક ફૂટ પહોળી અને દસેક ફૂટ ઊંડી, લાંબી ખાઈ હોય છે. તેમાં શેરડી નાખવામાં આવે છે. મશીનચેન દ્વારા તે આગળ ખસે છે. તેના ટુકડા પણ થતા જાય છે. પછી કાકરવાળા ઘણા ચક્રો હોય છે, તેમાં એ આવે છે. ત્યાં તે કપાઈને ઝીણો ભાગ થઈ જાય છે. બીજી બાજુ પ્રેસર થાય છે એટલે રસ નીચેની મોટી કુંડીઓમાં પડે છે. એ રસ એક મોટી ટાંકીમાં જાય છે. ત્યાં તે શુદ્ધ થાય છે. કચરો બીજે ઠેકાણે જાય છે. તે પણ શુદ્ધ થઈ, કચરો એક મોટા હોજમાં જાય છે. એ હોજમાં કાળી ગોળ જેવી રસી એકત્ર થાય છે. તેમાંથી આલ્કોહોલ પેદા થાય છે. પેલો શુદ્ધ રસ, લાઈનબંધ ટાંકીઓ ઊભી કરેલી હોય છે તે ટાંકીઓમાં સેંકડો ક્યૂઝ દ્વારા નીચેથી ગરમી આપી, તેને ચાસણી જેવું ઘટ્ટ કરવામાં આવે છે. એ ઘટ્ટ પદાર્થ બીજી લાઈનબંધ ટાંકીઓ ઊભી કરેલી છે તેમાં આવે છે. તેમાં ચાસણી દાણો છે. એ ક્રિયા એકથી બીજામાં જતાં વધારે દાણાદાર, ત્રીજામાં વધારે દાણાદાર અને વધુ બે પાંચ ટાંકીઓ કે જે સતત ફરતી જ રહે છે તેમાં પડે છે. અને જે રસ ઉપરથી પડતો હોય છે તે જાળી દ્વારા જોરથી આજુબાજુ ફેંકાય છે અને ટાંકીની ચારેબાજુ મોટી જાળ છે, ફરતી ટાંકી બંધ કરે અને ઢાંકણ ખોલે કે તરત એ ખાંડ નીચે ખાનામાં સરી પડે છે. એ સરી પડેલી ખાંડ સંખ્યાબંધ પતરા જેટલા આકારમાં ચાદરમાંથી ચઢ-ઊતરની રીતે આગળ વધે છે પછી ચારણ આવે છે. પાંચ જાતના ચારણા હોય છે. તેમાંથી નાના મોટા દાણાઓ ભરાય છે. એ ખાંડ એક પાઈપ દ્વારા ઉપર ચઢે છે અને પાઈપ દ્વારા નીચે કોથળા ભરાય છે. કોથળાનો તોલ કરીને તેને બહાર કાઢવામાં આવે છે. આબકારી ખાતાની ઑફિસ હોય છે. તેની પરવાનગી વગર ખાંડ બહાર લઈ જઈ શકાતી નથી. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૫૭