________________
ભાગમાં સામ્યવાદીઓએ પણ પગપેસારો કર્યો છે. જમીનદારો અને શાહુકારોના શોષણમાંથી તેમને મુક્ત કરાવવા પ્રયત્નો કર્યા પરંતુ અમે જોયું તો એકંદરે નુક્સાન થયું છે. કારણ કે જમીન નીતિ બાબતમાં જમીનદારો જાગ્રત હોય છે. તેઓ આ લોકના કામથી જાગ્રત થઈ ગયા અને અનેક જાતની રીતિ-નીતિથી જમીનો પોતાને ખાતે કરી લીધી. જયારે એ ભાઈઓ માત્ર વાતો કરીને છેટા રહ્યા. બીજી બાજુ રચનાત્મક કાર્યકરો કોંગ્રેસને એ રીતે પોતાના પ્રભાવથી દોરી શક્યા નહીં અને કૉંગ્રેસી ભાઈઓ પોતે પણ પૂરતું ધ્યાન આપી શક્યા નહિ એટલે આ સ્થિતિ થઈ છે.
આ પ્રદેશમાં કેટલાક શબ્દો પણ અર્થસૂચક પડ્યા છે. દા.ત., જમીનદારને ધણિયામો કહેવાય છે. જમીનદાર રાનીપરજ લોકોને પોતાને ત્યાં સાથી (હાળી) રાખે છે. ખાવા-પીવા સાથે વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ પગાર આપે છે. હાળી પરણવા માટે કે બીજા કારણે આગળથી પૈસા લે છે એટલે છૂટી શકતો નથી. બીજે ત્યારે જ જઈ શકે જો પોતાના પૈસા ચૂકતે કરે. છોકરાને પરણાવવો હોય તો પૈસા પણ જમીનદાર જ આપે છે અને આવેલી પરણેતર પૈસાના વ્યાજ પેટે જમીનદારનું છાણ વાસીદાનું કામ કરે છે. એટલા માટે એ પરણેતરને વાસીદી કહેવામાં આવે છે. મજૂરીના દ૨ (સાતેક કલાકની મહેનતના) રોજના આઠ આના આપે છે. કેટલેક ઠેકાણે હમણાં બાર આના આપે છે. આ જિલ્લામાં જંગલો વધુ એટલે લાકડાં અને વાંસ પુષ્કળ મળે છે. તેથી આ રાનીપરજ લોકો પોતાના મકાનોનું છાપરું લાકડાના ટેકા ઉપર ટેકવે છે અને ઉપર ઘાસ પાથરી વિલાયતી નળિયાં ગોઠવે છે. દેશી નળિયાં કરતાં વિલાયતી એમને બધી રીતે સુગમ પડે છે. ભીંતને ઠેકાણે વાંસના ખપાટિયાં ભરી છાણ-માટીથી છાંદી લે છે. ગામડાંનું કોઈ ચોક્કસ બંધારણનું સ્વરૂપ નથી લાગતું. એક એક ગામ બે ત્રણ માઈલમાં પથરાયેલું હોય છે. કોઈક મોટું ગામ હોય છે. ત્યાં ઉજળિયાત વર્ગના પંદ૨-પચ્ચીસ ઘરો ફળિયાનાં રૂપમાં એક સાથે બાંધેલાં હોય છે. બાકીના રાનીપરજ લોકો છૂટાછવાયા વસેલાં હોય છે. જમીનદારોને જોઈએ તો એમ લાગે કે શાહુકાર લોકો જેમ ગાદી-તકિયા રાખીને ઑફિસમાં બેઠાં હોય છે તે રીતે રહેતા હોય છે.
હળપતિ બહેનો હવે સ્વચ્છ રહે છે. માથું તેલ નાખીને સુંદર ઓળે છે, ચોટલો રાખે છે અને ચોટલામાં ફૂલ, પીન વગેરે પણ નાખે છે. પહેરવેશમાં સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૯