________________
બીજાને ખવડાવે. યોજનાવાળાએ પણ કહ્યું, તું ખા તો જ યોજનાને અમલમાં મુકાશે, જીવશે. આમ સમજણપૂર્વક શ્રમિકને પ્રથમ નંબર આપ્યો પણ શ્રમિકે પ્રતિષ્ઠા પેલા ખાળાવાળાને આપી. તેણે કહ્યું, તમારા આશીર્વાદથી જ આ મળે છે.
જો આ જ વાતને ઊલટી કરી નાંખીએ, જે આજે થઈ રહી છે તો હિંસા થાય, તોફાનો થાય. આજે દુનિયામાં શસ્ત્રોની હરીફાઈ ચાલે છે પણ ભારત શાંતિ ચાહે છે. બીજી વાત ખર્ચ ઘટાડવાની છે. શ્રમની પ્રતિષ્ઠા વધશે પણ ખર્ચ વધારશો તો ફાયદો નહીં થાય. ત્રીજી વાત આ દેશમાં જ્ઞાતિઓનો પાર નથી. સંપ્રદાયોનો પાર નથી. એમાં તમે ઉદાર દૃષ્ટિ રાખજો નહિ તો ટકી શકશો નહિ. રાત્રે જાહેરસભામાં આંતરરાષ્ટ્રીય રાજકારણ વિશે કહ્યું હતું. તા. ૧૪-૧૨-૫૭ : તલોદરા
ઝઘડિયાથી નીકળી તલોદરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક ભાઈના મકાનમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. તા. ૧૫-૧૨-૫૭ : વાલિયા
તલોદરાથી નીકળી વાલિયા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો હાઈસ્કૂલમાં રાખ્યો. બપોરના વિદ્યાર્થીઓની સભા રાખી હતી. ત્યારબાદ નાગરિકો સાથે વાર્તાલાપ રાખ્યો હતો. રાત્રે લોકલ બોર્ડના મકાન આગળ જાહેરસભા થઈ હતી. ધારાસભ્ય હરિસિંહભાઈએ પણ થોડું કહ્યું હતું. તા. ૧૬-૧૨-૫૭ : ભરાડિયા
વાલિયાથી નીકળી ભરાડિયા આવ્યા. અંતર આઠ માઈલ હશે. અહીં ખેડૂતો ખૂબ સદ્ધર છે. બારડોલી વિભાગના મતિયા પટેલો છે. પહેલા આદિવાસી લોકો આડેધડ ખેતી કરતા. આ લોકો આવ્યા પછી તેમને જોઈને ખેતી સારી કરવા લાગ્યા. આદિવાસીઓની ઘણી જ્ઞાતિઓ અહીં છે પણ દારૂ પીતા નથી. ભરૂચ જિલ્લાનું આ છેલ્લું ગામ છે. હવે સૂરત જિલ્લાની સરહદ શરૂ થશે. તા. ૧૭, ૧૮-૧૨-૫૭ : ઇસંડપુર
ભરાડિયાથી નીકળી ઇસંડપુર આવ્યા. જિલ્લાના કાર્યકરો આગળથી આવી ગયા હતા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૪૭