________________
હતાં. તેઓ સૂરત કોંગ્રેસ હાઉસમાંથી મહારાજશ્રીના કાર્યક્રમનું સ્થાન મેળવી અહીં આવ્યા હતા. પ્રશ્ન ગોરાસુ પ્રકરણનો હતો. આદરોડા મુકામે પત્રકાર પરિષદમાં ગોરાસુમાં બહેન લક્ષ્મીનું ખૂન થયેલું તે અંગે વિગતો આપેલી, તે ઉપરથી સરકાર દ્વારા પોલીસ ખાતામાં તપાસ માટે ઓર્ડર આપેલો તે તપાસ ક૨વા આવ્યા. મહારાજશ્રીએ તેમને પત્ર લખી આપ્યો કે પોલીસ ખાતાની રીતે જે તપાસ કરવી હોય તે કરે. પ્રશ્ન જાહેર છે. સંસ્થા અથવા પોતે જનજાગૃતિ દ્વારા હૃદય-પરિવર્તન અથવા પ્રાયશ્ચિત્ત કરાવવામાં માને છે. શારીરિક સજામાં માનતા નથી એટલે સંસ્થાની એ બાબતમાં મર્યાદા છે. આમ લખ્યું. પટેલભાઈ બીજે દિવસે સવારમાં ગયા.
કડોદ સાગી લાકડાના બજાર માટે જાણીતું છે. ઇમારતી લાકડાનો બહુ મોટો વ્યાપાર અહીં ચાલે છે. આજુબાજુ જંગલ વિસ્તારમાંથી લાવે છે. પહેલા તો તાપીમાં લાકડાં આવતાં, હવે કાકરાપાર બંધ થયો એટલે મોટ૨ટ્રકોમાં લાવે છે.
રાત્રે જાહે૨સભા થઈ હતી. બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. લાઉડસ્પીકર હતું. મહારાજશ્રીએ જૈનધર્મ અને અહિંસા વિશે ચાંપાનું અને મેતરાજનું દૃષ્ટાંત આપી સમજાવ્યું.
તા. ૨૫-૧૨-૫૭ : વરાડ
કડોદથી વરાડ આવ્યા, શિવાભાઈ પટેલ સવારના જ આવી ગયેલા. તેમની સાથે સામાન વરાડ મોકલી આપ્યો હતો. અંતર છ માઈલ હશે. ઉતારો રાયણ છાત્રાલયમાં રાખ્યો હતો. નિશાળના બાળક-બાલિકાઓએ સરઘસાકારે આવી સ્વાગત કર્યું હતું.
મોહનલાલ કામેશ્વર પંડ્યા જે ડુંગળીચો કહેવાય છે તેમણે જે ઘરમાં ત્રણ વર્ષ નિવાસ કરેલો, તે પણ જોયું. ગામમા વધારે સક્રિય છે. ઘેર ઘેર નળ આપ્યાં છે. હાઈસ્કૂલનું સુંદર મકાન છે. પણ ગામથી એકાદ માઈલ દૂર છે. ત્યાં સારી હૉસ્ટેલ પણ છે. ત્યાં છાત્રાલયનું સંચાલન ઝવેરભાઈ કરીને એક પ્રૌઢ સેવક છે તેઓ કરે છે. ઝવેરભાઈ ૧૯૨૨થી
આ વિભાગમાં કામ કરે છે. ઓડના વતની છે. ખાસ કરીને હળપતિઓમાં સુંદર કામ કરે છે. ગણોતધારામાં ગણોતિયા તરફી ઘણો પ્રયત્ન તેમણે કર્યો છે. હળપતિઓને ગોચરની સ૨કા૨ી જમીનો મકાનો માટે ગામેગામ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૫૩