________________
પ્રાર્થના કર્યા બાદ મહારાજશ્રીએ જણાવ્યું કે તમો પ્રાર્થના કરો છો તે સારું છે. પ્રાર્થના પછી થોડુંક ધાર્મિક વાંચન રાખો તો સારું. આધ્યાત્મિકતાથી નાના કલેશો ઓછાં થશે અને ચિંતન વધે, સદાચાર વધે, બીજી વાત હવે કોળી છાત્રાલયો વધે તે આજની દૃષ્ટિએ બરાબર નથી. કોળી ભાવથી એકતા જામે છે. ફંડફાળા પણ સારા થાય છે એટલે લાભ છે. પણ જ્ઞાતિની સંકુચિતતા વધે છે. બીજા વર્ગો સાથે મળતા થતા નથી એટલે તમારી કોમના ભલે ૯૦ ટકા રાખો પણ દશ ટકા બીજા વર્ગોના પણ રાખો તો એવું બનતાં સંસ્કારોનો એકબીજાને લાભ મળે.
રજપૂત કોમમાં સંસ્કાર છે અને તે એકે વસ્તુ લે નહિ અને લે તો પછી તેને જલ્દી છોડતા નથી. ભાલ નળકાંઠામાં રજપૂતો ગ્રામસંગઠનમાં ઘણો રસ લે છે. તમે વ્યસનથી મુક્ત બનો. ખાદી પહેરો અને માસિક ૩૦ ખર્ચ આવે છે તેને બદલે કંઈક ઓછું ખર્ચ આવે, તેવું ગોઠવો.
ત્યાંથી બટુક વ્યાયામ શાળાની મુલાકાત લીધી હતી. વ્યાયામ માટે સુંદર મકાન નર્મદા કિનારે જ બાંધ્યું છે. છોટુભાઈ પુરાણીનો ભોગ આમાં ઘણો છે. આ વ્યાયામ શાળાએ સારા સેવકો પેદા કર્યા છે.
ફબી૨૫૨માં શ્રમજીવીઓ ઘણા રહે છે. ૧૨૫ હાથસાળ ચાલે છે. મહારાજશ્રીની મુલાકાતે ૪૫ ડૉક્ટર, હૅલ્થ ઑફિસર અને બીજા આગેવાન
આવ્યા હતા.
સૂરતથી ચંદ્રાબહેન અને વડોદરાથી ભાનુબહેન મહારાજશ્રીને મળવા આવ્યાં હતાં. છોટુભાઈ આગળથી આવી ગયા હતા. ગઈકાલે વડોદરાથી ધીરૂભાઈ, હીરૂભાઈ, સુમનભાઈ અને .....ના ભાઈઓ આવ્યા હતા. રાત્રે બધાં ગયાં હતાં. બપોરના કરજણથી મોતીભાઈ, ચંચળબહેન અને કાશીબહેન મહારાજશ્રીના દર્શને આવી ગયા. રાત્રે છોટુભાઈ અને બીજા બધા સભા પછી ગયા.
કબીરપરાની સભામાં મહારાજશ્રીએ ધનની પ્રતિષ્ઠા ઓછી કરવા વિશે કહ્યું હતું. આજે સમાજમાં દરેક સંસ્થામાં ધર્મસ્થાનકોમાં ધનિકોને પ્રતિષ્ઠા મળે છે. પરિણામે સદ્ગુણી પાછળ રહી જાય છે અને લોકો યેન કેન પ્રકારેણ ધન કેમ મળે તેનો પ્રયત્ન કરે છે. આજે ધન અને સત્તા મુખ્ય બન્યાં છે તેમ ધર્મ અને સેવા મુખ્ય બનાવવાં જોઈએ. આર્થિક ક્રાંતિ, ગ્રામસંગઠન
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૦