________________
માલિકી અને સરકારી પ્રવૃત્તિની વાત મુશ્કેલ બની છે. ખેડૂતોનો પ્રશ્ન પણ અટપટો છે. બાપ-દાદાના વખતથી ખેતી કરે છે. તેની પાસે પણ પૂરતી જમીન નથી આ બધાનો ઉપાય પોષણ કરતાં વધારાની જમીન આપણે સરકાર પ્રજા અને આધ્યાત્મિકતાની રીતે છોડાવીએ. વચગાળા માટે તમે ગુ. ગોપાલક મંડળ અને ખેડૂત મંડળ મળીને એનો રસ્તો કાઢો. તમારાથી પણ કેટલાક પાછળ છે. તેનો પણ વિચાર કરો. ગોચરોની પણ યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. લોકો અનાજ ઓછું વાવે છે. આ બધાંનો સંગઠનની રીતે વિચાર કરવાનો છે. હરિજન, ભીલ વગેરેનો પણ વિચાર કરવો જોઈએ. આપણું મંડળ કોમી ના બને, આહીર પણ આવી જાય. મુસલમાન પણ ગોપાલક હોય તે જોજો. સામાજિક કાર્યકરોની પરિષદ
આજે મોટામાં મોટો સવાલ દેશના ઉત્થાનનો છે. એ કઈ રીતે બને? સહકારી પ્રવૃત્તિથી બનશે. શિક્ષણમાં સુધારા કરવાથી બનશે ? સામાજિક કાર્યક્રમથી બનશે. કેટલાક કહે છે ગામડાંના લોકોનું નૈતિક સંગઠન થાય. કેટલાકને લાગે છે શહેરોનું શું ? આમ જુદી જુદી માન્યતા ચાલે છે. કેરલમાં એક પ્રયોગ થયો છે. સત્તા દ્વારા ક્રાંતિ સફળ થશે કે જનતા દ્વારા થશે ? ક્યાંથી છેડો લેશો. યંત્રો દ્વારા ઉત્પાદન વધારીને દેશમાં રેલમછેલ ઉડાવવી કે ગ્રામોદ્યોગ દ્વારા દરેકને રોજી આપવી ?
આજે સત્તા અને ધન એ બે વસ્તુઓને મોખરે રાખીને જ બધી વિચારણા ચાલે છે. ખરી રીતે જનતાને બળ આપનારું બળ આધ્યાત્મિક બળ જ છે. આધ્યાત્મિકને રહેવાનું સ્થળ નીતિ છે. સમાજજીવનને સામે રાખીને જીવન જીવવાની રીત હોવી જોઈએ. આ બધું ગામડાંમાં જોવા મળે છે. ગામમાં કોઈનું મૃત્યુ થયું તો સૌ સહાનુભૂતિ બતાવશે. શહેરો મોટાં હોવાને કારણે, ધંધાની જુદાઈને કારણે અને ધનને કારણે વ્યક્તિ અલગ થઈ ગઈ છે. ભૌતિકતા મુખ્ય થઈ ગઈ છે. આટલા માટે હું ગામડાંને પાયો ગણીને ચાલું છું. તે સપ્ત સ્વાવલંબન પોતે ઉપાડી લે તો જનતા દ્વારા ક્રાંતિ આવે, નીતિ પણ આવે. અનાજ, કપાસ તે પકવે છે. તેનાં રૂપાંતરની ક્રિયા ત્યાં જ થાય. શહેરો સમજીને તેમાં મદદ કરે. ગાંધીજીએ આધ્યાત્મિકતાના પ્રયોગો આપણને બતાવ્યા છે. અહિંસક રીતે સ્વરાજય અપાવ્યું. રચનાત્મક કાર્યકરો એ વાત સમજે. આજે રાજય દરેક ક્ષેત્રમાં પગપેસારો કરતું જાય છે. ખાદીકામ, ૧૩૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું