________________
યોજનાની મદદથી બાંધ્યું છે. તળાવ સુંદર છે. પાળ ઉપર કઠેરો છે. પાટીદારી ગામ છે. લોકો સુખી અને કેળવાયેલા છે. બપોરના નિશાળમાં બાળકો સમક્ષ પ્રવચન હતું. અહીંથી એકાદ માઈલ ઉ૫૨ ગામ છે. ત્યાંની શાળામાંથી બાળકો પણ આવ્યા હતા. પ્રથમ નવલભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહારાજશ્રીએ બાળકો સમજી શકે તેવી ભાષામાં નવડાની કરામત સુખમાં છકી ન જવું, દુઃખમાં નિરાશ ન થવું અને એ માટે સીધી લીટી, ઈશ્વર તરફનું ધ્યાન રાખવું. નવડાને ગમે તે ૨કમથી ગુણો તે વધઘટ કરતો નથી, બીજાં આંકડા વધઘટ કરે છે, તમે નવડા જેવા થાવ. ઈશ્વરના અવાજને ઓળખવા દેડકાની વાત કરી. ચા-બીડી છોડવા કહ્યું. બાળકોએ પગલે પગલે... ગાયું. છેવટે ‘સર્વથા સૌ સુખી થાઓ' ગાયું. આ બંને પ્રાર્થના સંતબાલજીની છે. એનો ખ્યાલ નવલભાઈએ આપ્યો. આ વખતે ગામના ઘણાં લોકો પણ આવ્યા હતા. કન્યાશાળા અલગ છે. બંનેનાં સ્વતંત્ર મકાનો છે.
રાત્રે જાહેરસભામાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આવ્યાં હતાં. મેં ગ્રામસંગઠન શા માટે ? એ અંગે કહ્યું હતું. મહારાજશ્રીએ લેબલનો ધર્મ છોડી સાચા ધર્મને આચરવા કહ્યું હતું.
રાત્રે ઉબેરના ભાઈઓ સાથે ચર્ચા કરી હતી. તેમનો પ્રશ્ન હતો કે શિક્ષણમાં બે પાળી ચાલે છે, તેથી બાળકોનું શિક્ષણ બગડે છે. દારૂ ઘેર ઘેર ગળાય છે વગેરે. તેમને જનતાની શક્તિ કેળવવા કહ્યું.
તા. ૧-૧૨-૫૭ : જંબુસર
નોંધણાથી જંબુસર આવ્યા. અંતર છ માઈલ હશે. કાર્યકરોએ સામે આવી સ્વાગત કર્યું હતું. અમો થોડા વહેલા આવી ગયેલા, જેથી પાદરે થોભ્યા હતા. જંબુસર તાલુકો છે. કોર્ટ-કચે૨ી છે. બજાર ઠીક છે. વિશાળ તળાવ છે. ગામ તેની ચારે બાજુ વસેલું છે. કસ્બામાં રસ્તા સિમેન્ટ-કોંક્રીટના છે. સ્વચ્છતા સારી છે. ઉતારો પ્રેમળ મહારાજના આશ્રમમાં રાખ્યો હતો. ત્રણથી ચાર વિદ્યાર્થીઓની સભા સ્થળ
મ્યુનિસિપાલિટી હોલમાં
રાખી હતી.
-
બપોર ચાર થી પાંચ શહેરના નાગરિકો સાથે મ્યુનિસિપાલિટી ઑફિસમાં વાર્તાલાપ રાખ્યો હતો.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૧