________________
રીતે બહેનો સામાન્ય રીતે સમજતાં નથી એમ આપણે માનીએ છીએ. તેમ સુરાભાઈ વષોથી ભાલ નળકાંઠામાં કરે છે. તેઓને ખ્યાલ આવી ગયો છે કે બહેનોને પણ ભાગ લેતાં કરવાં. તેમને રસ કદાચ આજે ઓછો હશે પણ ઘડાશે તો ભવિષ્યમાં તેઓને કામ લાગશે.
- સ્ત્રી એ માત્ર સ્ત્રી નથી રહી. વિશ્વરાષ્ટ્રની દૃષ્ટિએ તે એક મતદાર છે. વિશ્વમાં લોકશાહીનો જ વિજય થવાનો છે. સ્મૃતિઓમાં પણ સ્ત્રીઓનું મૂલ્ય અંકાયું છે. એ સ્મૃતિની દૃષ્ટિએ પણ સ્ત્રીને સાથે રાખવી પડશે. આપણાં ઉપાસ્ય દેવોમાં સ્ત્રીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. સીતારામ, રાધાકૃષ્ણ, માબાપ, બીજા સંતોષની વાત એ છે કે સુરાભાઈએ હરિજનોને આ મંડપમાં સાથે બેસવા આમંત્રણ આપ્યું છે. તે કેટલાંકને નહીં ગમે પણ સ્ત્રી અને હરિજનને છૂટા પાડ્યું નહિ ચાલે. મતલબ કે સ્ત્રીઓને હરિજનને પ્રતિષ્ઠા આપવી જ પડશે.
નામ ગોપાલક સંમેલન કહેવાય છે અને ભરવાડનાં જ થાય છે. વ્યવસાય માટે મુખ્ય ગોપાલન તેઓ કરે છે પરંતુ કોમી સંમેલન આ નથી. બીજા લોકો પણ એમાં ભાગ લઈ શકે છે. તમારા હૃદયમાં કોઈ કોમી વૃત્તિના ભાવ ન હોય તેની કાળજી રાખજો. કાર્યકરો પણ રબારી-ભરવાડને ગોપાલક ન ગણતાં વિશાળ દૃષ્ટિથી જોજો. “સબ ભૂમિ ગોપાલકી” એનો અર્થ ગોપાલ એટલે ભગવાન. વિશ્વમય ભૂમિ ભગવાનની છે.
- ભગવાન શ્રીકૃષ્ણ સાથે તમારા વર્ગનું નામ જોડાયેલું છે. એ શાથી જોડાયેલું છે. તેનો ઇતિહાસ તમે જાણ્યો. નંદરાજાએ ભગવાન કૃષ્ણને ઘણી મદદ કરી હતી. જશોદા માતાએ વાસુદેવ માટે પોતાની કન્યાનું બલિદાન આપેલું. રા'નવઘણને બચાવવા આપનું બલિદાન અપાયેલું. જય કનૈયાલાલ કી બોલાય છે ત્યારે તમો ખુશ થાઓ છો. એથી તો તમારી જવાબદારી વધે છે. વચલો ગાળો એવો આવી ગયો કે તમારે વિચાર કરવાનો છે. ધર્મગુરુઓ દરેક કોમમાં ફરતા હતા તે શહેરોમાં વસી ગયા.
- ધર્મસંસ્થાના સભ્ય તરીકે મારે પ્રાયશ્ચિત્તપૂર્વક કહેવું જોઈએ કે અમે પાછા પડી ગયા. સદ્ભાગ્યે ગાંધીજી આવ્યા અને અમને બચાવી લીધા. ભાલ નળકાંઠામાં તમારી કોમનો પરિચય થયો અને સુરાભાઈ મળી ગયા. ટૂંકમાં તમારો જૂનો ઇતિહાસ ભવ્ય હતો પણ ચાલુ ઇતિહાસ દુઃખદ છે.
૧૧૮
સાધુતાની પગદંડી પુસ્તક – છઠું