________________
હાથમાં જ લોકશાહી આવવાની છે. તેને શોભાવવા નમ્રતા અને વિનય રાખજો. ત્રીજી વાત તમે ભણીને શું કરશો ? એક છોકરાને પૂછ્યું કે માણસમાં અને પશુમાં ફેર શું ? તો કહે, પૂંછડું અને શિંગડું ન હોય તે માણસ. બધા હસવા લાગ્યા. પણ એની વાત સાચી હતી. એક વિદ્યાર્થી કૂવા ઉપર ઊભો હતો. કહેતો હતો, લે લેતો જા, હું નહોતો કહેતો કે કૂવા ઉપર ના જા. એક ભરવાડે આ જોયું. માસ્તર કોની સાથે વાતો કરે છે ? જોયું તો છોકરો કૂવામાં ડૂબકી મારી રહ્યો હતો. તેણે તુરત જ કૂવામાં ઝંપલાવ્યું. બાળકને બહાર કાઢ્યો. શિક્ષકને ધોલ મારી કહેવા લાગ્યો કે, હમણાં પાઠ ભણાવવાનો વખત છે ? છોકરો ડૂબી જાત તો ? અમારા જેવા લોકો ઉપદેશ તો આપે છે પણ માનવજાત ડૂબી રહી છે તેને બહાર નહિ કાઢીએ તો લોકો મૂર્ખ કહેશે. તો તમે આ ત્રણ વાતો ઉપર ધ્યાન આપશો.
ખંભાતમાં બ્રિટિશ સરકારે નાખેલી પ્રથમ કોઠી છે. જેલ છે, હાઈસ્કૂલ છે. કેળવણી મંડળે એક છાત્રાલય પણ બાંધ્યું છે. મોરારજીભાઈએ ઉદ્ઘાટન કર્યું છે. સાર્વજનિક છાત્રાલય છે. નવાબનો મહેલ છે.
અહીં દૂધ, બજારમાં બેસીને બહેનો વેચે છે. વિશેષતા એ જોઈ કે દરેક દૂધ વેચનાર એક ટોપલામાં કે તબડકામાં ચાર, છ વાસણમાં રાખે છે. કાં તો ચાર, છ લોટા રાખે છે અને ઉપર ફીણ અડધો ઇંચ દરેક વાસણમાં ચઢાવે છે. ભાવ અઢી ત્રણ આના શેરનો છે. બજારના રસ્તા સારા છે પણ ગલીઓમાં ભારે ગંદકી દેખાય છે. ગંદકી હોવાનું કારણ જે સુધરાઈ છે તે ધનિકોને રાજી રાખશે એટલે કોઈને કહી શકતા નથી. વૉટર વર્ક્સ છે, એનું પાણી જાહેર રસ્તામાં જ પડે છે. તા. ૨૭-૧૧-પ૭ : ભૂવેલ
ખંભાતથી ભૂલ આવ્યા. વચ્ચે વડવા આશ્રમમાં થોડું રોકાયા હતા. અમારી સાથે જટાશંકરભાઈ અને આશ્રમના એક ભાઈ આવ્યા હતા. અંતર આઠેક માઈલ હશે. ગામલોકોએ ઢોલ-શરણાઈ સાથે અમારું સ્વાગત કર્યું. મહારાજશ્રીએ આવીન પ્રાસંગિક કહાં.
અહીં બનાસકાંઠાથી ગલબાભાઈ, ભાઈચંદભાઈ, દોલજીભાઈ અને બે આગેવાન ખેડૂતો મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને પાંચ વાગે પાછા ગયા હતા.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૨૭