________________
મહારાજશ્રીએ જણાવ્યું કે હું મહારાષ્ટ્રમાં જાઉં છું. તમારા મનમાં શું હશે તે વાંચું તો બે વાતો છે. જાઉં તે સારું કે ન જાઉં તે સારું. મારે તો તમારા બધાનાં આશીર્વાદ જોઈએ. મારી ગેરહાજરીમાં તમે સારું કામ ચલાવશો એવી શ્રદ્ધા છે. મહારાષ્ટ્રમાં જવાનો વિચાર એટલા માટે આવ્યો કે સમય એવું સૂચન કરે છે. એમ લાગે છે કે નીચેથી ઝડપ વધારવી પડશે. ઉપરની મોટી મોટી વાતો થાય છે પણ જયારે ગામની સ્થિતિ જોઈએ ત્યારે જૂદું લાગે છે. આ સાથે ભાણામાં આવેલો કોળિયો ચાલ્યો ગયો. એક વરસાદની ભારે ખોટ પડી. એકલા માણસથી કંઈ બનવાનું નથી. સંગઠન અને શ્રદ્ધા એ બે વસ્તુ પાકી થઈ જાય તો ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી જવાય. લોકો દુકાળમાં વ્યક્તિગત રહેવાથી હારી જાય છે. પદમાં લોકો હરેરીને મળી ગયા. સંગઠન હોય તો એકબીજાની હૂંફ રહે. છેલ્લા દુકાળ વખતે આપણે સારી કામગીરી બજાવેલી. લોકો કહે છે આવો દુકાળ કાયમ રહે તો ઘણું સારું પણ આપ્યુ-તાઠું કાયમ ટકતું નથી. સારું વરસ આવે ત્યારે સંગ્રહ કરતાં નથી. નબળું આવે ત્યારે દેવું કરીએ છીએ. સદ્ભાગ્યે સહકારી પ્રવૃત્તિમાં આપણે સારી બચત કરી શક્યા છીએ. જિન પ્રેસ પણ ઊભાં કરી શક્યાં છીએ. એક જંગી પુરુષાર્થ આપણે કરી રહ્યા છીએ. હજી ઘણો પુરુષાર્થ કરવાનો બાકી રહે છે.
લોકશાહી ચાલે છે તે પણ આજે તો ઉપરથી આવી છે. આપણે નીચેથી નિર્માણ કરવાની છે. બાપુએ પરદેશીઓને કાઢ્યા. સત્યને આગળ લાવ્યા. આજે પંડિતજીનો ૬૯મો જન્મદિન છે. તે વિશ્વશાંતિ માટે પોકાર પાડે છે. તે વખતે ભાલ નળકાંઠાનો નાનો પ્રયોગ શું જવાબ આપશે. આ વિચાર મને આવ્યા કરે છે. જીવાભાઈએ જોયું કે, આવું સંગઠન થશે, કે કેમ ? તેમ છતાં થયું. બાપુએ કહ્યું હતું. એક ગામદીઠ એક સેવક જોઈએ. કોઈએ કહ્યું બાપુ, એક માણસને પગાર કેટલો જોઈએ ? અમે સાત કરોડ રૂપિયા એકઠા કરી આપવા તૈયાર છીએ. બાપુએ કહ્યું, પૈસાથી કદી દેશનો ઉદ્ધાર શક્ય નથી.
લોકો પહેલાં કહેતા હતા ખેડૂતોનાં તો વળી સંગઠનો થતાં હશે ! દેડકાની પાંચ શેરીથી અનાજ તોળાય ? પણ તમે જોયું કે ખેડૂતોનાં સંગઠન થઈ શકે. ભાલ નળકાંઠા ખેડૂત મંડળે કેટલું ભગીરથ કાર્ય કર્યું છે. હમણાં જ કૉંગ્રેસ સમિતિએ પરિપત્ર કાઢ્યો. કોંગ્રેસે સંગઠન તરીકે સામાજિક, ૧૦૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું