________________
કરવા માગે છે, તેનો ખ્યાલ આપ્યો હતો. લોકોની અરજીઓ સ્વીકારી. અને પ્રશ્નોનો જવાબ આપ્યો.
પછી તેઓ જવા રવાના થયા. રાત્રે પ્રાર્થના પછી મહારાજશ્રીએ છેલ્લું પ્રવચન કર્યું. પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કર્યું. નવલભાઈએ જણાવ્યું કે મહારાજશ્રી મહારાષ્ટ્રમાં જાય ત્યારે તેઓ નચિંત થઈને જાય, તે માટે આપણે પ્રવૃત્તિને વધુ વેગ આપીએ, જાગૃત રહીએ. તા. ૧૮-૧૧-પ૭ : સરગવાળા
ગુંદી આશ્રમથી વિહાર કરીને અમે સરગવાળા આવ્યા. અંતર છે માઈલ હશે. ઉતારો એક ઘરમાં રાખ્યો હતો સાથે છોટુભાઈ અને અમદાવાદથી આવેલા નંદલાલભાઈ, ચંદ્રાબહેન અને મણિલાલ ઉજમશી વગેરે લોથલના ટીંબા સુધી આવ્યા હતા. લોથલને ટીંબે પુરાતત્ત્વ વિભાગ તરફથી ખોદકામ ચાલે છે. તેમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યાં છે. પ્રાચીન નગરી નીકળી છે. એ નગરીના મકાનોની રચના, પાણીની ગટરો, બાથરૂમ વગેરે કેવું હતું તે સ્પષ્ટ જણાય છે. આ બધું જોયું અને એ બધાં પાછા ફર્યા. અમે સરગવાળા આવ્યા. સાથે જગુભાઈ હતા. ગામલોકોએ ઢોલ-શરણાઈ સાથે મહારાજશ્રીનું હાર્દિક સ્વાગત કર્યું. મહારાજશ્રીને મૌન હતું એટલે મેં પ્રાસંગિક કહ્યું, રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૧૯, ૨૦-૧૧-પ૭ : નાની બોરુ
સરગવાળાથી નીકળી નાની બોર આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો એક ખેડૂતને મેડે રાખ્યો. ગામ આગેવાનોએ સ્વાગત કર્યું. ગામમાં બે પક્ષ જેવું છે એટલે સઘનનું કામ જે સુંદર ચાલતું હતું તે ખોરંભે પડ્યું છે. દિવસના આગેવાનો મળ્યા ત્યારે કામ ફરી વ્યવસ્થિત કરવા સંબંધી વાતો થઈ. એક કાર્યકરને રોકવા એમ વિચાર્યું. ખાસ કરીને ખાદી કામ સારું ચાલશે. પરિશ્રમાલય આગળ કંપાઉન્ડને વાડ કરવાનું વિચાર્યું. રાત્રે જાહેરસભા થઈ. તેમાં પ્રતાપભાઈએ અને મેં ગ્રામસંગઠન અને રચનાત્મક પ્રવૃત્તિ વિશે કહ્યું. મહારાજશ્રીએ પણ પ્રેરક પ્રવચન કર્યું હતું. આજે ગલીયાણાથી એક ભાઈ મહારાજશ્રીનો કાર્યક્રમ ખંભાત તાલુકાનો નક્કી કરવા આવી ગયા. બીજે દિવસે મૌન હતું. રાત્રે વિશ્વવાત્સલ્યનું વાંચન કરી સવારમાં ડાહ્યાભાઈ સાથે ગુંદી ટપાલમાં નાખવા રવાના કર્યું.
૧૧૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું