________________
માત્ર એક જ વ્યક્તિ ભુરખી મુખીનો કપાસ ન આવ્યો, બાકી વેપા૨ીનો માલ આવ્યો. ગરજે વેપારીઓને બોલાવીએ એટલે દરેક વાતમાં તે પોતાનો લાભ વિચારે છે. આ અંગે વિચારણા થઈ એટલે મુખીએ કહ્યું, લોકો માલ નહિ લાવે તો જિન વેચી નાખવું પડશે. અને પછી વેપારીઓથી કાયમ લૂંટાયા કરવું પડશે.
મહારાજશ્રીએ સહકારી જિનના ફાયદા જણાવ્યા અને કાં તો નેતાગીરી બદલો, કારોબારી બદલો, પણ ખેડૂતોની શ્રદ્ધા ઊભી થાય એવી કાર્યવાહી ગોઠવીને પણ જિન ચાલુ રાખો તો સારી વાત છે. નહીં તો સહકારી પ્રવૃત્તિ ઉપર બૂરા પ્રત્યાઘાત પડશે.
રાત્રે જાહેરસભા રાખી હતી. તેમાં નાનચંદભાઈએ મહારાજશ્રીની ધર્મદૃષ્ટિની સમાજરચનાના ખ્યાલો વિશે કહ્યું હતું અને વ્યસનો છોડી નીતિને માર્ગે સંગઠિત થવા વિનંતી કરી હતી. મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને સહકારી પ્રવૃત્તિના લાભાલાભ સમજાવ્યા હતા.
મીરાંબહેન અને વાડીભાઈ શેઠ અમદાવાદથી આજ સાંજની ગાડીમાં આવ્યાં. દેવીબહેનના બાળકો પણ આવ્યાં.
તા. ૧૭-૧૧-૫૭ :
આજે શ્રી રસિકભાઈ પરીખ કે જેઓ મહેસૂલ ખાતાના પ્રધાન છે, તેઓ આવવાના છે. ભોજન પણ અહીંયાં ગુંદી આશ્રમમાં લેવાના હતા એટલે બપોર સુધી તેમની વાટ જોઈ પણ તેઓ થોડા મોડા આવ્યા. બપોરે ૧-૪૫ વાગે આવ્યા. આવીને મંડળી જમી. પછી મહારાજશ્રી સાથે અંગત મુલાકાત ચાલી. લગભગ પાંચ વાગ્યા સુધી વાતો થઈ. ખાસ કરીને ગણોતધારામાં ક૨વા જોઈતા સુધારા અંગે ચર્ચાઓ થઈ. સાથે મહેસૂલી અધિકારી શ્રી દલાલ પણ હતા. પ્રાંત, મામલતદારો, ફોજદા૨ો, લોકલ બોર્ડ પ્રમુખ ડૉ. છોટુભાઈ, પટવારી, પરીખ સાથે આવ્યા હતા. ડૉ. શાંતિભાઈ ઠેઠ છારોડીથી સાથે હતા. ગણોતધારામાં આપણે જે ક્રાંતિકારી સુધારા ઇચ્છીએ છીએ તેમાં તેઓએ અસમર્થતા દર્શાવી. કેટલીક વાતો જેવી કે જમીનદારીના પટ જુદા હોવા જોઈએ એ ગળે ઊતરી છે.
ખાંભડાના ભાઈઓને પીતાંબરભાઈના ખૂન અંગે પણ મુલાકાત આપી હતી. મુલાકાત પછી જાહેરસભા રાખી હતી. તેમાં દુકાળમાં સરકાર શું સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૧૩