________________
બપોરે ત્રિકમભાઈ ર. પટેલ મળ્યા. તેમણે તાલુકાના કામોની વાતો કરી.
શ્રી છોટાલાલ ભટ્ટ, પુરુષોત્તમ પરીખ, મદનભાઈ જોશી વગેરે અલગઅલગ વ્યક્તિગત મળ્યા અને તાલુકાના કાર્યકરો વચ્ચેના મતભેદોની વાતો કરી. બીજે દિવસે બપોરના ખરીદ-વેચાણ સંઘની મુલાકાત લીધી. ત્યાંથી સોમાભાઈ ઝાલા સાથે હાઉસિંગ સોસાયટીની જમીન જોવા ગયા અને ત્યાંથી ભંગીવાસમાં ગયા. ત્યાંના વિકાસ કેન્દ્રમાં બધા ભાઈઓ મળ્યા. મહારાજશ્રીએ પ્રવચન કર્યું અને ભંગી ભાઈઓની હાઉસિંગ મંડળીના મકાનો જોયાં. શ્રી છબીલભાઈ (ભંગીભાઈ)ને ત્યાંથી ગોચરી લઈ મુકામે આવ્યા. રાત્રે પ્રાર્થના પછીના પ્રવચનમાં કૉંગ્રેસને પ્રેરક-પૂરક બળો મજબૂત બનાવશે તે માટે તેને સમર્થન આપવા ઉદ્ધોધન કર્યું.
છેલ્લે દિવસે થુલેટાના ખેડૂતો કાયમી હક્ક અને ગણોત અંગે મળવા આવ્યા. તેમની સાથે પૂ. મહારાજશ્રીએ તથા અંબુભાઈએ વિગતે વાતો કરી. માર્ગદર્શન આપ્યું. તા. ૨૭-૫-પ૭ : ભોજવા
વિરમગામથી નીકળી ભોજવા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. બપોરે ગામલોકો સાથે સ્થાનિક પ્રશ્નોત્તરી અને ખેડૂત સંગઠનોની વાતો કરી. રારો જાહેરસભા થઈ. તા. ૨૮-૫-પ૭ : કાલીયાણા
ભોજવાથી નીકળી કાલીયાણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. લોકોએ સ્વાગત કર્યું. રાત્રે સભા સારી થઈ. તા. ૨૯, ૩૦-૫-૫૭ ઃ ઝુંડ
કાલીયાણાથી નીકળી ઝુંડ આવ્યા. અંતર બે માઈલ હશે. રાત્રે જાહેરસભા સારી થઈ. તા. ૩૧-૫-પ૭ : ગોરૈયા
ઝુંડથી નીકળી ગોરૈયા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું.
અહીંના એક પઠાણ ભાઈની જમીન પાકિસ્તાનમાં રહી ગઈ છે. તેનો બદલો તેમને મળતો નથી. તે અંગે મહારાજશ્રીને ફરિયાદ કરી.
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું