________________
ત્યારબાદ શ્રીમાજી સાથે લગભગ સાડા સાત વાગ્યા સુધી મુલાકાત ચાલી. આમ તો શ્રીમનજી અહીંથી ૧૧ વાગે વિદાય થવાના હતા પણ અમદાવાદથી કાર્યકરોએ થોડા સમયની માગણી કરી એટલે નવ વાગે ત્યાં પહોચી જવા વિચારી લીધું હતું. નાસ્તો કરી સુરત નીકળ્યા. સાથે અમદાવાદ સુધી વીરાભાઈ જશે. અંબુભાઈ બાવળાથી ગુંદી જશે.
શ્રીમત્રજી સાથે અંબુભાઈ, ફૂલજીભાઈ સતત રહ્યા. વીરાભાઈ ગુંદીશિયાળ સુધી રહેલા. જયંતીભાઈ અમદાવાદ-મુંદી જઈ આવ્યા. સુરાભાઈ સતત સાથે રહ્યા. આ રીતે શ્રીમન્નજીનો કાર્યક્રમ સુંદર રીતે પાર પડ્યો. કુલ નવ ગામની મુલાકાત થઈ. ગામલોકોએ ખૂબ ઉત્સાહ બતાવ્યો અને એ રીતે શ્રીમન્નજીના મન ઉપર સુંદર છાપ પડી. તેઓ પ્રભાવિત થઈને ગયા. તેઓ ખાસ પ્રવચન કરતા નહોતા. કાર્યકર્તાઓ સાથે વાતલાપ કરતા. પણ પ્રવૃત્તિ જોવા અને લોકમાનસનો પ્રત્યક્ષ પરિચય કરવા આવ્યા હતા. એટલે દરેક મુદ્દાઓ બહુ ઊંડાણથી વિચારતા, નોંધ કરતા અને સાર પોતાની ટાઈપીસ્ટને હજામત કરતાં કરતાં લખાવતા. તેઓ બહુ નમ્ર અને મિલનસાર છે. તેમનાં પત્ની મદાલસાબહેન ગુજરાતી સારું જાણે છે. જમનાલાલ બજાજનાં પુત્રી થાય. તેમનો પત્ર ગુજરાતીમાં આવ્યો હતો. કોઈ વાર આ પ્રદેશમાં આવશે એમ લખ્યું છે.
મહારાજશ્રીએ અને શ્રીમન્નજીએ એક સંયુક્ત નિવેદન તૈયાર કર્યું, જે છાપાં માટે મોકલી આપું છું. સહકારી ક્ષેત્ર, ગ્રામસંગઠનો માટે અલગ રાખવું જોઈએ – એ મુખ્ય પ્રશ્ન હતો. તા. ૧૩-૯-પ૭ :
- વીરાભાઈ શ્રીમન્નજીને અમદાવાદ સુધી વળાવી આવ્યા. તેમની સાથે શ્રીમન્નજીએ એક પત્ર મોકલ્યો હતો. તે પર સવારમાં માણસ આપવા આવ્યો. પત્રમાં લખ્યું હતું કે “આપે જે સૂચિત નિવેદન મુસદ્દો મને સવારમાં બતાવ્યો છે, તેને હું દિલ્હી જઈને વધારે તપાસી લઈશ. ત્યાં સુધી આપ જાહેર પ્રસિદ્ધિ ન આપો તો સારું. આ વખતે જાહેર છાપામાં આપવા ટપાલ રવાના થઈ ગઈ હતી. મહારાજશ્રીએ આ અંગે થોડી ચર્ચા મારી સાથે કરી. નિવેદનમાં બે ભાગ છે. એક તો શ્રીમન્નજી અને મહારાજશ્રી બંનેનું સંયુક્ત નિવેદન છે. બીજા ભાગમાં મહારાજશ્રીનું પોતાનું મંતવ્ય જે છ પ્રશ્નો
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું