________________
બેઠાં. કહ્યું, પાણી ભરી આવી નાહીને પછી ખાઈશ. પછી કાશીબહેન, ભાઈલાલભાઈ દવાખાને ગયાં.
નવેક વાગે ડૉક્ટરનાં પત્ની સવિતાબહેન દવાખાને દોડતાં આવ્યાં, કહે, ચાલો, જલ્દી. બધાં બંગલે આવ્યાં તો તારાબહેન પડી ગયેલાં. શરીર બળી ગયેલું. બેભાન દશામાં હતાં. આંખોનો ભાગ અને પગનો ભાગ સારો રહ્યો હતો, કાશીબહેન સારવારમાં બેઠાં. ભાઈલાલ ઇન્જકશન વગેરે તૈયાર કરવા ગયા. તે દરમ્યાન ડૉક્ટર અને ડૉ. રતિલાલભાઈ પણ આવી ગયા હતા. થોડીવારે બોલ્યા, “પાણી પાવ.” પાણીથી વધારે શોક લાગે એ દૃષ્ટિએ થોડું પાણી આપ્યું. તેઓ બોલ્યાં, “તમારું ભલું થાવ.” પછી મેઘા મતાદાર તેમની પાસે ગયા. પૂછ્યું, કેમ કરતાં આમ બન્યું ? તેઓ કંઈ બોલ્યાં નહીં. કાશીબહેને કહ્યું, હમણાં ભાનમાં આવ્યાં છે. તો વધારે ધ્રાસકો ના પડે માટે હમણાં કંઈ ના પૂછશો એટલે મતાદાર બહાર આવ્યા. થોડી વાર પછી તારાબહેન કહે, ભાઈલાલને બોલાવો. તેઓ આવ્યા. એ તો કહે કાગળ પેન્સિલ લાવો. લખી લો કે સ્ટવ સળગાવતાં દાઝી ગઈ છું. મારો અંગૂઠો લઈ લો. જેથી તમને હરકત ના આવે. કાશીબહેને ભાઈલાલને કહ્યું, લાવને તેના સંતોષ ખાતર આપણે શું કરવાનું છે. પછી તારાબહેન કહે મારી બાને બોલાવો. મને મોટરમાં અમદાવાદ લઈ જાઓ. તેમને આશ્વાસન આપ્યું. કાશીબહેનને લાગ્યું કે તેમની બચવાની કોઈ આશા નહોતી, પણ દાઝેલું માણસ ઠેઠ સુધી સારી રીતે બોલી શકે છે. ટાણેક કલાક દાઝુયા પછી જીવ્યાં હશે. છેલ્લે કાશીબહેને રામ રામ બોલવા કહ્યું. રામનામની ધૂન બોલાવી. આ સમયે આખું ગામ એકઠું થયું હતું.
આજે ત્રણ ઉપવાસ પછી મહારાજશ્રીએ પારણું કર્યું. પારણા પહેલાં મીરાંબહેને ભજન, ધૂન ગાઈ. ત્યારબાદ મહારાજશ્રીએ ટૂંકું પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે બહેનોના આપઘાતના દુ:ખદ પ્રસંગોમાં અનેક કારણો છૂપાયેલાં હોય છે. કેટલીક વાર બહેનો જ બહેનોના આપઘાત માટે નિમિત્ત બને છે. સાસુ વહુને મહેણાં ટોણાં મારે છે, ઝઘડે છે. નણંદો કેટલીક વાર આમ કરે છે. સ્ત્રીસમાજ પણ બહેનોને પાછળ પાડવાનું કામ કરે છે. તારાબહેનના અવસાન નિમિત્તે આ ઘટના થાય છે કે બહેનોના દુ:ખ દર્દો સાંભળે તેવી સંસ્થા સ્થપાય તો સારું. આપણે બીજું શું કરી શકીએ ? પૈસાની મર્યાદા છે. કાળુ પટેલ ખૂન પછી લવાદીનું સ્મરણ રહે તે માટે વિચારવું હતું પણ હજુ ૧૦૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું