________________
વર્ગ ચાલે છે. કુલ ૬૪ માણસોએ તાલીમ લીધી છે અને ૩૪ જણાએ અંબર ખરીદ્યા છે. હવે એનું સૂતર અહીં જ વણાય એવું ગોઠવવું છે. સાંજના મહારાજશ્રીએ મુસ્લિમ લત્તામાં ચાલતા અંબર વર્ગની મુલાકાત લીધી હતી. સાંજના શિક્ષક ભાઈ-બહેનો સાથે વાર્તાલાપ યોજયો હતો. રાત્રે ૭-૧૫ વાગે જેસંગભાઈનાં ડેલા સામે જ જાહેરસભા યોજાઈ હતી. હરિજનો આગળ બેઠેલા એટલે કેટલાક ભાઈઓ આવીને ચાલ્યા ગયા. સભામાં મેં સંગઠન વિશે અને નાનચંદભાઈએ વ્યસનમુક્તિ વિશે કહ્યું હતું.
તા. ૧૦-૧૧-૫૭ : મેમર
ગાંગડથી નીકળી મેમર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક ભાઈના મકાનમાં રાખ્યો હતો.
તા. ૧૬-૧૧-૫૭ થી તા. ૧૭-૧૧-૫૭ : ગૂંદી આશ્રમ
મેમરથી ગુંદી આવ્યાં. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતા૨ો સઘનના મકાનમાં રાખ્યો હતો. કાર્યકરોએ સામે આવી સ્વાગત કર્યું. તા. ૧૧-૧૧-૫૭ : પ્રાસંગિક
તમોને બધાંને થતું હશે કે, હું હવે મહારાષ્ટ્રમાં પ્રવાસ કેમ કરવાનો ? આપણે જયાં જે કંઈ પ્રવૃત્તિ ચાલી છે તેમાં શિક્ષણ, સંસ્કાર, સહકારી પ્રવૃત્તિ, ગ્રામસંગઠન વગેરે ચાલે છે. તેમાં અને દેશમાં જે સ્થિતિ ઊભી થઈ છે તેનાથી આપણે વાકેફ છીએ. સરકાર કેવી ચાલે છે તે પણ વિચારવાનું છે. લોકશાહીમાં પક્ષો વગર ચાલતું નથી. બીજી બાજુ ભૂમિ આંદોલન નિષ્પક્ષની વાત કરે છે. સૌ કોઈ શાંતિ શાંતિ ઇચ્છે છે. એમાં મતભેદ નથી. ‘સર્વથા સૌ સુખી થાઓ' બધાં જ ઇચ્છે છે. કઈ પદ્ધતિથી જશો તેમાં મતભેદ છે. મતભેદોમાંથી પણ લેવાનું છે અને તાળો મળી જતો હોય તો મેળવવો જોઈએ. સૌ કોઈની જરૂર છે. આપણે શાંતિ જોઈએ છીએ પણ સાધન શુદ્ધ જોઈએ. સાધક શુદ્ધિ પણ જોઈએ. દ્વિભાષી રાજ્યનો પ્રસ્તાવ લોકસભાએ મંજૂર કર્યો. પછી અહીં અને મહારાષ્ટ્રમાં આંદોલન ચાલ્યું. હજી ચાલે છે. આપણે પણ એમાં આપણી રીતે ભાગ ભજવીએ છીએ. દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી આપણે અલિપ્ત નહીં રહી શકીએ. આપણે શાંતિ ચાહીએ છીએ અને સક્રિય તટસ્થતા સ્વીકારી છે. દેશની અંદર પણ આ રીતે કામ થવું જોઈએ. જો આપણે કેવળ રાજકારણમાં પડી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૫