________________
કંઈ થયું નથી. વગેરે વાતો કરી. મરનારના આત્માને શાંતિ આપી.
આજે બૅન્કના પ્રતિનિધિઓને ચૂંટવા માટેની ચૂંટણી છે. ખેડૂત મંડળના ઉમેદવારોની જીતની કોઈ આશા નથી. કારણ કે સામે પક્ષે વિપુલ સાધન સામગ્રી છે, સત્તા છે.
બપોરના શ્રી વાડીભાઈ, શરદ અને લક્ષ્મીચંદભાઈ મોટર લઈને મહારાજશ્રીના દર્શને આવ્યાં. લક્ષ્મીચંદભાઈ ઘાટકોપર જૈન સંઘનું મહારાજશ્રી ત્યાં આવતું ચોમાસું કરે તે બાબત આમંત્રણ આપતો પત્ર લાવ્યા હતા. પ્રથમ સંઘે ચાતુર્માસ માટે આમંત્રણ આપ્યું. તેઓ મહારાજશ્રીના રાજદ્વારી, સામાજિક, આર્થિક, ધાર્મિક કાર્યો જાણવા છતાં આટલા પ્રેમથી આમંત્રણ આપે તે ઘણું ઉચિત ગણાય. બધી રીતે વિચારતાં આ આમંત્રણનો સ્વીકાર કરવો એમ લાગ્યું હવે કાર્યકરો સાથે એ બાબત ચર્ચી લેવાશે.
તા. ૭-૧૦-૫૭ :
આજે શિયાળનાં તારાબહેનના દાઝી જવાથી મૃત્યુ પ્રસંગની ચર્ચા ચાલી. કાશીબહેને બધી વિગત કહી. તેમની એક ભૂલ એ થઈ કે જયારે તારાબહેને સ્ટવથી દાઝી ગઈ છું એવું લખી લેવા કહ્યું, ત્યારે લખ્યું નહિ, તેમજ કોઈ પંચને હાજર રાખી આ બધી સ્પષ્ટતા કરાવી લેવી જોઈએ. કાશીબહેનને આ વહેવારુ અણઆવડત માટે ખૂબ દુ:ખ થયું. તેઓ સ્પષ્ટ માને છે કે તારાબહેન અકસ્માતથી મૃત્યુ પામ્યાં છે. શિયાળમાં નવા ડૉક્ટરને છૂટા કરવાના સમાચાર તેમને મળ્યા છે એટલે તેમણે વાતાવરણ બગાડવાના પ્રયાસો કરવા માંડ્યા છે. લોકો જુદી જુદી રીતે બોલે છે. ચારિત્ર્ય ઉપરના આક્ષેપો સુધી જાય છે. એક કુમારિકા બહેન આ રીતે પવિત્ર જીવન ગાળતાં, પ્રજાની સેવા રાત-દિવસ કરે છે, તેને પણ લોકો આ જાતનું કહે તે બહુ દુઃખની વાત છે. આ રીતે સમાજ કહે તો કોઈ સેવાભાવી સ્ત્રી ટકે શી રીતે ? તારાબહેનનો પ્રશ્ન મીરાંબહેન શિયાળ ગયેલાં ત્યારે આવેલો. તેમને તારાબહેને કેટલીક વાતો કરેલી કે ગુલામની જેમ કામ કરવું પડે છે. ધણી તરફથી પ્રસન્નતા મળતી નથી. પ્રેમથી કોઈ વાતો થતી નથી વગેરે કહેલું અને એવું બોલ્યાં કે મારી માએ મને નાનપણમાં કૂવામાં નાખી દીધી હોત તો સારું હતું ! આમ તો બહુ દુ:ખ નહોતું પણ એમને સહેજ આઘાત રહ્યાં કરતો. એટલે કાશીબહેનને એ અંગે વાતચીત કરવા બોલાવેલાં. તેઓ અમદાવાદ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૦૧