________________
તેમની મોટર આવી. સૌ પ્રથમ ગોવિંદભાઈની દીકરીએ કુમકુમ તિલક કર્યું, પછી એક હરિજને આંટી પહેરાવી પછી મેં આંટી પહેરાવી. મને ઓળખી લીધો. “કેમ મણિભાઈ આવ્યા ને ?” પછી મીરાંબહેને ગામ તરફથી, વીરાભાઈએ, ફૂલજીભાઈએ વગેરેએ આંટી પહેરાવી. પછી ચાલતા સરઘસ આકારે ગીતો ગાતાં નિવાસસ્થાને આવ્યા. નીચે મહારાજશ્રી તેમને આવકારવા માટે તૈયાર થઈને જ ઊભાં હતા.
પ્રથમ બન્ને જણ સામસામે બાથમાં લઈ ભેટી પડ્યા પછી લોકો સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. ઢેબરભાઈ સાથે યુવક કોંગ્રેસના મંત્રી ચીમન પટેલ, લોકલ બૉર્ડના પ્રમુખ ડૉ. છોટુભાઈ, મંત્રી નલિનભાઈ વગેરે હતા.
પ્રારંભમાં મહારાજશ્રીએ જણાવ્યું કે જ્યારે જયારે ઢેબરભાઈને મળવાનું થાય છે ત્યારે એક પ્રકારની આત્મીય લાગણી જન્મે છે. એની કોઈ ગમ પડતી નથી પણ ખાસ કરીને ગુજરાત વિશે ઢેબરભાઈ અને શ્રી મોરારજીભાઈ એ બન્ને આ દેશના ઉત્થાનમાં ભારે શ્રમ ઉઠાવી રહ્યા છે. બાપુજીએ જે અપૂર્વ કાર્યક્રમ આપ્યો તે માત્ર આ દેશમાં જ નહીં પણ દુનિયામાં એનો ડંકો વાગ્યો. તે કાર્યક્રમથી સત્યાગ્રહનું શસ્ત્ર વ્યક્ત થયું. ગુજરાતમાં વરસો સુધી સત્ય અને અહિંસાની સારી પેઠે ઉપાસના થઈ. સંસ્થા તરીકે કોંગ્રેસ આ દેશનું વાહન બની. સ્વરાજ્ય આવ્યા પછી થોડાક સંયોગો બદલાયા. બદલાયા એટલા માટે કે ત્યાગ અને તપ જે સામે હતાં તે પછી સત્તા સેવા દ્વારા આવી, પણ એ સત્તાને લોકોના પ્રતીક તરીકે આખા વિશ્વમાં કેવી રીતે વ્યક્ત કરવી અને તે પણ સત્ય અને અહિંસાને સાચવીને તે ગૂંચવણભર્યું બન્યું છે. આર્ષદરા ગાંધીજીએ કહેલું, હવે કોંગ્રેસ લોકસેવક સંઘમાં પલટાઈ જાય પણ તે વખતે સંયોગો એવા હતા કે એ મશરૂની ગાદી નહોતી, પણ કાંટાની ગાદી હતી. તે ન લેવાય તો આપણાં જ પડોશી કે જેણે જે કાર્યવાહી કરી તે સ્વરાજય ખોઈ નાખે તેવી હતી. બાપુજી હયાત હતા એટલે તે ખોટું કર્યું છે એમ કોઈ નહિ કહી શકે પણ એની પૂરતી કરવાનું કામ અધૂરું રહ્યું તે રહ્યું જ. હું રચનાત્મક કાર્યકરોને કહેતો આવ્યો છું કે તમે એવું તંત્ર રચો કે સત્યાગ્રહના સિદ્ધાંતો પાર પાડી શકે. સંસ્થા મજબૂત બને. મારો અવાજ મારી તપશ્ચર્યાની ખામીને કારણે કહો કે કુદરતી કામને કારણે કહો પણ એ ન સંભળાયો. રચનાત્મક કાર્યકરોને પણ લાગ્યું. સર્વસેવા સંઘ બનાવીશું પણ કેવળ સંઘ બનાવવાથી નહીં ચાલે. ગામડામાં ચારિત્ર્યનિર્માણનું કામ કરવું પડશે. ત્યાં તો વિનોબાજી ૭૮
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું