________________
હતો. આજે મહારાજશ્રીએ ઘણાં વિચાર-વિરોધી અને બીજાં ભાઈ-બહેનોને ક્ષમાપના અંગે પત્રો લખ્યા. મોટું પ્રતિક્રમણ કર્યું. રાત્રિ સભામાં પ્રતિક્રમણનો ઉલ્લેખ કર્યો અને આજના મહાન-પવિત્ર દિવસે કંઈ ભૂલ થઈ હોય, કોઈને ન ગમતું કહેવાયું હોય તો ક્ષમા માગી અને આપી. દરેક માણસે વરસમાં એક દિવસ તો એવો કાઢવો જોઈએ કે જે દિવસે વેપારીના સરવૈયાની જેમ આખા વરસનું સરવૈયું ચિંતવે અને થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરે. ક્ષમા માગવા જેવાની ક્ષમા માગવી અને આપવી. આમ થવાથી જીવન હળવું ફૂલ થઈ જશે.
મહારાજશ્રીએ અમારી અને ખાસ કરીને મીરાંબહેનની પણ ક્ષમા યાચી લીધી. આ તેમના સાધકજીવનની નિશાની છે. કોઈ દિવસ દુઃખ દેવા જેવા પ્રશ્નો બન્યાં જ શેના હોય ! જે કંઈ કહ્યું હોય તે અમારા હિતમાં જ કહ્યું હોય. છતાં તેમણે તો તેમનો ધર્મ બજાવ્યો.
ઘણી વાર માણસને થાય છે – સારી સારી બેચાર વાતો સમજી લઈએ તો લાંબી સાધના વગેરેની વાતોની શી જરૂર છે ? સાચું બોલવું, હિંસા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું વગેરે એટલે બહુ વાંચવું એના કરતાં ટૂંકુંટચ જીવનમાં મૂકી દેવું, એટલે ધ્યાનમાં જે નીપજશે તે સારું નીપજશે. વાત સારી છે. નાની વાત પણ જીવનમાં આચરીશું તો બેડો પાર. પણ વાત ટૂંકાથી પતતી નથી. એનું ભાષ્ય કરવું પડે છે. સત્ય બોલવું એમ કહ્યું પણ સત્ય બોલવામાં પણ વિવેક ના હોય તો કંઈ ને કંઈ મુશ્કેલીઓ ઊભી થતી રહે છે. એક માણસનું છત્ર હોય તેને તમે ઊઘાડું કરી દો અને તમારો આશય પાછો પવિત્ર નથી. તેને ઉતારી પાડવા કહો છો. તેથી સામા ઉપર ખોટી અસર પડશે. સમાજમાં તેની આબરુ જશે. એટલે સત્ય નકામું જશે પણ જો તમારા અંતરથી પેલા એકલા માણસને બોલાવીને કહેશો તો તેની સારી અસર થશે. વળી તેનો વિરોધી માણસ કાંઈ પૂછશે તો તમે કહેશો કે ભાઈ ! એ હું નહીં કહું. તેને જે કહ્યું હશે તે કરીશ. દા.ત., કસાઈ અને ગાયની વાત... સત્યને સાચવવું અને અહિંસાને ભૂલવી નહિ અને સત્ય ને વિવેકપૂર્વક બહાર લાવવું. માત્ર થોડી વાતોથી માણસ સમજી શકતો નથી એટલે ગીતામાં થોડી શિખામણ માટે સાતસો શ્લોક કહી નાખ્યા. માણસના સંસ્કાર એવા પડેલા છે કે, તેને એક જ વાત વારંવાર સમજાવવી પડે છે. ડગલે ને પગલે ગૂંચવાડા આવ્યા કરે છે. એકને એક વસ્તુ કરીને ગયા છે અને જવાબ ૮૮
સાધુતાની પગદંડી પુસ્તક - છઠું