________________
ગ્રાન્ટ વગેરે લેવાં જોઈએ. જો બધી પ્રવૃત્તિઓ રાજયઆશ્રિત થઈ જાય તો તેમાં સડો પેસવાનો ભય છે. વળી, તેજ પણ ન આવે. સરલાદેવીએ મદુલાબહેન વિશે પણ કેટલીક વાતો કરી.
કુરેશીભાઈ, ગુલામહુસેન મલમપટ્ટાવાળા અને એક તેમના વડીલ મિત્ર મળવા આવ્યા. મલમપટ્ટાવાળાએ ભડિયાદ પીરના મેળા વખતે માથાદીઠ છે આના ત્યાંની પંચાયત તરફથી વેરો લેવામાં આવે છે, તે વધુ પડતો છે, એ બાબત મદદ લેવા આવ્યા. ત્યાં ગરીબ માણસો આવે છે. હિન્દુઓ પણ આવે છે. વેરો વધારે હોવાને કારણે લોકો ચોરી કરે છે. કર છુપાવે છે. વળી કરચોરને પકડવા જતાં કદાચ તોફાન થવાનો પણ ભય રહે છે. તો ગામલોકો સમજીને કર ઓછો લે તો બહુ નુક્સાન નહિ જાય. જોકે આજે તો ત્યાં પંચાયત સુપરસીડ થયેલ છે. સરકાર વહીવટ ચલાવે છે પણ ગામ આગેવાનો વેરો ઓછો કરવામાં સંમત થાય છે. સરકારને બહુ વાંધો નહિ આવે. તેમની ઈચ્છા ત્રણ આના લે તો સારું એમ દર્શાવી મહારાજશ્રીએ ચાર આનાથી સંતોષ માનવા કહ્યું છે. બીજી વાત મહારાજશ્રીએ એ પૂછ્યું કે હિંદુઓની લાગણી દુભાય તે રીતે જીવ હિંસા નથી થતી ને ? તેઓએ કહ્યું, એવું કંઈ જ થતું નથી. પહેલાં થતું હતું. હવે જેને ખાવું હોય તે બહારથી લઈ આવે એમ સમજૂતી થઈ છે. ભડિયાદ આ અંગે કાગળ લખી આપ્યો.
રાટો વિશ્વવાત્સલ્યનું વાંચન કરતાં મીરાંબહેને એક કાર્યકર માટે “ચોર' શબ્દ વાપર્યો. તેથી મહારાજશ્રીને ખૂબ દુ:ખ થયું. આ અંગે અરસપરસ ઘણી વાતો થઈ. અને પોતે જે કંઈ બોલે તે અંગે અંતરમાં ઊંડાણથી વિચારે એમ મહારાજશ્રીએ કહ્યું. પોતાને માટે બોલે તો વાંધો નથી, પણ જે કાર્યકરો કે જે સંસ્થાના હાથ-પગ છે. તેમના માટે કાંઈ અજુગતું બોલવું. તેથી મહારાજશ્રીને ભારે દુઃખ થાય છે, ટીકાઓ ગમે તેમ ના કરવી જોઈએ વગેરે કહ્યું.
રાત્રો મહારાજશ્રીને મોડે સુધી ઊંઘ ન આવી. એટલે બીજે દિવસે બપોરનું ભોજન છોડ્યું. મીરાંબહેનને પણ દુઃખ તો થયેલું. તેમણે થોડી હઠ કરી, અને બપોરના ભોજન ના લીધું. સાંજે લીધું. તા. ૯-૯-પ૭ :
શ્રીમન્નારાયણ સાથે મુલાકાત.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
(-૧